Bhavnagar News/ સંસદના 2025 ચોમાસું સત્રમાં ભાવનગરનો મજબૂત અવાજ

પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ ક્યારે અને કોને આપવામાં આવ્યું?,બાંધકામની સમયમર્યાદા શું છે?,કામને વેગ આપવા માટે સરકારે કયા પગલાં લીધાં છે?

Top Stories Gujarat

Bhavnagar News: સંસદ (Parliament) ના ચોમાસું સત્ર 2025 દરમિયાન ભાવનગર (Bhavnagar) ના સાંસદ શક્તિસિંહ ગોહિલે (MP Shaktisinh Gohil) ઝીરો અવર્સમાં ધોળા-ઉમરાળા-રંઘોળા હાઈવે પર ઓવર બ્રિજના નિર્માણ અંગે મહત્વના પ્રશ્નો ઉઠાવીને ભાવનગરની જનતાના હિતનો અવાજ બુલંદ કર્યો. સાંસદે આ પ્રોજેક્ટની પ્રગતિ, સમયમર્યાદા અને સરકારના પગલાં અંગે વિગતવાર માહિતી માંગી, જેના જવાબમાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લખિતમાં વ્યાપક માહિતી રજૂ કરી.

ભાવનગરના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઝીરો અવર્સ દરમિયાન ધોળા બાયપાસ ખાતે ઓવર બ્રિજ નિર્માણના મુદ્દે રેલવે મંત્રાલયને સવાલો કર્યા. જેમકે ઓવર બ્રિજનું બાંધકામ ક્યારે શરૂ થયું?,પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ ક્યારે અને કોને આપવામાં આવ્યું?,બાંધકામની સમયમર્યાદા શું છે?,કામને વેગ આપવા માટે સરકારે કયા પગલાં લીધાં છે?

આ પ્રશ્નો ભાવનગરના લોકોની લાંબા સમયથી ચાલતી માંગને પ્રતિબિંબિત કરે છે, કારણ કે આ ઓવર બ્રિજનું નિર્માણ સ્થાનિક લોકોની સુરક્ષા અને વાહનવ્યવહારની સુવિધા માટે અત્યંત મહત્વનું છે.

જેનો રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સાંસદના તમામ પ્રશ્નોના વ્યાપક અને લખિત જવાબ આપ્યા. તેમણે જણાવ્યું કે ધોળા બાયપાસ ખાતે ઓવર બ્રિજની મંજૂરી ઓક્ટોબર 2020માં આપવામાં આવી હતી.

1 નવેમ્બર 2022ના રોજ રૂ. 32.65 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટનું બાંધકામ ગુજરાત સરકારના રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ (R&B) વિભાગ દ્વારા સિંગલ યુનિટ ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

લવે મંત્રાલયે આ પ્રોજેક્ટ માટે જરૂરી તમામ મંજૂરીઓ અગાઉથી જ આપી દીધી છે, જેથી કામમાં કોઈ વિલંબ ન થાય.હાલમાં ઓવર બ્રિજનું યુટિલિટી શિફ્ટિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, અને જમીન સંપાદન માટે કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ધોળા-ઉમરાળા-રંઘોળા હાઈવે પર ઓવર બ્રિજનું નિર્માણ ભાવનગરના સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો માટે અત્યંત મહત્વનું છે. આ ઓવર બ્રિજ રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની સમસ્યાને ઘટાડશે, અકસ્માતોનું જોખમ ઘટાડશે અને વાહનવ્યવહારને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે. આ પ્રોજેક્ટના પૂર્ણ થવાથી આ વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને પણ વેગ મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરના કરચલિયાપરા હત્યા કેસમાં મુખ્ય આરોપી યુવરાજ પરમાર ઝડપાયો

આ પણ વાંચો:ભાવનગરમાં ઓનલાઈન ઠગાઈનો વધુ એક કિસ્સો, મહિલાને મફત ડ્રેસની લાલચમાં રૂ. 17,150નું નુકસાન

આ પણ વાંચો:ભાવનગર પોલીસ બેડમાં ખુશીના સમાચાર, 19 પોલીસ કર્મચારીઓને પ્રમોશન