Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Sabarkantha News/ વડાલીના હાથયવા કંપામાં સાયબર ઠગાઈ, પટેલ નરસિંહભાઈના ખાતામાંથી 84 હજાર થી વધુ સેરવી લેવાયા!

ગુરુવારે રાત્રે નરસિંહભાઈના મોબાઈલ પર અચાનક OTP આવવાના શરૂ થયા હતા. તેમણે કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કર્યું .

July 27, 2025July 27, 2025Panara Mansi
Top Stories Gujarat Breaking News

Sabarkantha News: વડાલી તાલુકાના હાથયવા કંપામાં સાયબર ઠગો (Cyber Fraud) એ ફરી એકવાર માથું ઊંચક્યું છે. ગત ગુરુવારે રાત્રિના 10થી 11 વાગ્યા દરમિયાન, ગામના પટેલ નરસિંહભાઈના બેંક ખાતામાંથી ₹9900ની આઠ ટ્રાન્ઝેક્શનમાં કુલ ₹84000 ઉપડી જતાં ખળભળાટ મચી ગયો છે. નરસિંહભાઈના મોબાઈલ પર એકાઉન્ટ (Account) માંથી પૈસા કપાયાના મેસેજ આવતા જ તેમને પોતાની સાથે સાયબર ફ્રોડ થયું હોવાની જાણ થઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુરુવારે રાત્રે નરસિંહભાઈના મોબાઈલ પર અચાનક OTP આવવાના શરૂ થયા હતા. તેમણે કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કર્યું  હોવા છતાં, ગણતરીની જ મિનિટોમાં તેમના બેંક ખાતામાંથી ₹9900ના આઠ ટુકડામાં કુલ ₹84000થી વધુ ઉપડી ગયા હતા. ખાતામાંથી પૈસા કપાયાના મેસેજ આવતા જ નરસિંહભાઈ ચોંકી ઉઠ્યા હતા અને તેમને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સમજાયું હતું.

આ ગંભીર સાયબર ગુના અંગે તાત્કાલિક પગલાં લેતા, નરસિંહભાઈએ સાયબર ક્રાઈમમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી અને વડાલી પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, ગ્રામીણ વિસ્તારોમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.

આ ઘટના ફરી એકવાર બેંક ખાતાધારકો માટે લાલબત્તી સમાન છે. કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા OTP, લિંક કે શંકાસ્પદ મેસેજ પર ધ્યાન ન આપવા અને પોતાની બેંકિંગ વિગતો કોઈની સાથે શેર ન કરવા પોલીસ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે. સાયબર ઠગો નવી નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા હોવાથી, જનતાએ અત્યંત સાવચેત રહેવાની અને આવા ફ્રોડથી બચવા ડિજિટલ સાક્ષરતા કેળવવાની તાતી જરૂર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને સાબર ડેરી દ્વારા ભાવફેર ચૂકવવામાં મોડુ કરાતા જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

આ પણ વાંચો: PM મોદીએ સાબર ડેરી મિલ્ક પાવડર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો: સાબર ડેરી ચીઝ પ્લાન્ટ: સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. 700 કરોડની વધારાની આવક થશે

Post navigation

અમદાવાદમા મેઘરાજાની ધબધબાટી, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Usમાં અકસ્માત ટળ્યો, અમેરિકન એરલાઇન્સના પ્લેનના લેન્ડિંગ ગિયરમાં લાગી આગ

More Posts

up news/ દુલ્હન સાથે નહીં તેની માતા સાથે થયો પ્રેમ, પછી લગ્ન પહેલા સાસુ સાથે ભાગ્યો વરરાજા…..

April 8, 2025Maya Sindhav

Delhi Liquor Policy Case/ સુકેશ ચંદ્રશેખરે ગૃહમંત્રીને લખ્યો પત્ર, ‘કેજરીવાલ સહિત AAP નેતા સાથે વાતચીત થતી હતી, સરકારી સાક્ષી બનીશ’

April 21, 2024Komal Patel
14 જુન 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજનું રાશિફળ/ 14 જુન 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

June 14, 2023June 13, 2023Maya Sindhav
BJP, direct contact, women, trying ,attract ,masses ,before the elections, pp

રાજકીય/ ભાજપ મહિલાઓ સાથે સીધો સંપર્ક સાધશે, ચૂંટણી પહેલા જનતાને આકર્ષવાનો પ્રયાસ

February 5, 2022padma prajay

Gujarat/ અમરેલીના મોટા ભામોદર ગામે સ્વૈચ્છિક લોકડાઉન, વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન, મોટા ભામોદરમાં હજુ નથી નોધાયો એકપણ કેસ

April 13, 2021parth amin
New Updates About Twitter

Twitter/ ટ્વિટરને લઈને નવા સમાચાર, ડિલીટ થશે 150 કરોડ એકાઉન્ટ, એલોન મસ્કનો ખુલાસો

December 9, 2022Rahul Rathod

GujRERA/ બિલ્ડરે રહેણાક આયોજનમાં બતાવ્યું હશે તો સોલાર સિસ્ટમ લગાવી આપવી પડશેઃ ગુજરેરા

December 3, 2024jani

Not Set/ દિલ્લી કોંગ્રેસ અધ્યક્ષ અજય માકને આપ્યું રાજીનામું, રાહુલજીનો માન્યો આભાર

January 4, 2019January 4, 2019foram patel
અકસ્માતમાં

જુનાગઢ/ મેંદરડા હાઈવે પર પત્નીની સામે જ અકસ્માતમાં પતિએ ગુમાવ્યો જીવ

August 11, 2021Maya Sindhav

ICC Mens T20 World Cup 2026/ ભારતીય ટીમે વિજય પછી જય શાહ સાથે હનુમાનજીના મંદિરે જઈ દર્શન કર્યા

March 9, 2026March 9, 2026jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy