Gujarat Weather Update: ગુજરાત (Gujarat) માં ચોમાસાની સક્રિયતાને ધ્યાને રાખીને હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. આ એલર્ટ રાજ્યના 25થી વધુ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી સાથે જારી કરવામાં આવ્યા છે. નાગરિકોને સાવચેતી રાખવા અને જરૂરી સલામતીનાં પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.

કચ્છ,સુરેન્દ્રનગર,અમદાવાદ,ગાંધીનગર,ખેડા,મહીસાગર,પંચમહાલ,દાહોદ,આણંદ,વડોદરા,છોટાઉદેપુર,રાજ્યના આ 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,જેમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની સાથે પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ખેડૂતોને તેમના પાક અને પશુઓની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાને રાખીને નગરપાલિકાઓને ડ્રેનેજ સિસ્ટમ સુદૃઢ કરવા જણાવાયું છે.
રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ય 12 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મોરબી, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે.

આ વિસ્તારોમાં મધ્યમ વરસાદની સાથે સ્થાનિક સ્તરે ભારે વરસાદની શક્યતા છે. નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને હવામાનની અપડેટ્સ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
આ પણ વાંચોઃગુજરાતમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉકાસ્ટ, કરી ભારે વરસાદની આગાહી
આ પણ વાંચોઃલાંબા વિરામ બાદ દાંતીવાડા અને પાંથાવાડામાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત
