Lifestyle/ ફળ ખરીદતાં પહેલાં જાણી લો, કૉડવર્ડમાં સ્ટીકર પર શું લખેલું હોય છે, તમારી તંદુરસ્તી સાથે જોડાયેલું છે એનું કનેક્શન!

ફળ ખરીદતી વખતે તમે ઘણી વખત જોયું હશે કે એની ઉપર એક સ્ટીકર લગાવેલું હોય છે. આ સ્ટીકર પર કશુંક કૉડ જેવું લખાણ હોય છે. શું તમે જાણો છો કે આનું સીધું કનેક્શન તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે? તો આવો જાણીએ, આ સ્ટીકર પર શું લખેલું હોય છે?

Trending Food Lifestyle

Lifestyle: બજારમાં ફળોની દુકાનમાં મોટાભાગે કેટલાક ફળો પર સ્ટીકર લગાવેલા જોવા મળે છે. આ સ્ટીકર પ્રીમિયમ ક્વૉલિટીના ફળો પર અવશ્ય હોય છે. મોટાભાગના લોકો ન તો આ સ્ટીકર પર લખેલા કૉડવર્ડને જોઇને ફળ ખરીદે છે કે પછી ન તો એ વાંચવાની તસ્દી સુધ્ધાં લે છે. ખરેખર તો એમનું સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. જી હા, ફળો પર લગાવેલા જે સ્ટીકર કાઢીને તમે ફેંકી દો છો એની ઉપર એક ખાસ પ્રકારનો નંબર લખેલો હોય છે. આ નંબરનો એક વિશેષ અર્થ હોય છે જેની ભાગ્યે જ લોકોને ખબર હશે. વાસ્તવમાં, ફળોની ગુણવત્તાના હિસાબે એમના પર સ્ટીકર અને કોડ નકકી કરીને લગાવવામાં આવે છે. સંખ્યા કેટલા અંકોની છે અને કયા નંબરથી શરૂ થાય છે એના પરથી ફળોની ક્વૉલિટીની ઓળખ થાય છે. આવો, જાણીએ કે ફળો પર લગાવેલા સ્ટીકર અને એના કૉડનો શું અર્થ થાય છે?

ફળો પર લગાવેલા સ્ટીકર અને એના કૉડનો અર્થ

9 થી શરૂ થતા નંબરનો અર્થ- ફળો ઉપર લગાવેલા સ્ટીકર પર 5 અંકોવાળો નંબર લખેલો છે અને પહેલો નંબર 9 થી શરૂ થાય છે તો એનો અર્થ એ છે કે આ ફળ જૈવિક પધ્ધતિથી ઉગાડેલું છે. અર્થાત્ આ ફળ ઓર્ગેનિક છે. જે તમારા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

8 થી શરૂ થતા નંબરનો અર્થ- હવે જો ફળો પર લગાવેલું સ્ટીકર 5 અંકોનું તો છે પરંતુ એની પ્રથમ સંખ્યા 8 થી શરૂ થાય છે, દાખલા તરીકે ફળ પર લખ્યું છે 80521, તો એનો અર્થ એ છે કે આવા ફળોમાં હળવું સંશોધન કરીને તૈયાર કરવામાં આવ્યા છે. અર્થાત્ એ નૉન ઓર્ગેનિક છે.

4 અંકોના નંબરનો અર્થ- જો ફળ પર 4 અંકની સંખ્યાવાળું સ્ટીકર લાગેલું છે તો સમજી લો કે આ પ્રકારના ફળોને જંતુનાશક દવાઓ અને કેમિકલ નાખીને ઉગાડવામાં આવ્યા છે. આ ફળો ઘણા જ સસ્તા હોય છે અને કેમિકલથી પકવવામાં આવ્યા હોવાને કારણે સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે.

એટલા જ માટે, જ્યારે પણ તમે ફળ ખરીદો, ત્યારે એના પર કોઇ સ્ટીકર લાગેલું હોય તો એનો નંબર ધ્યાનથી વાંચી લો. જેથી તમને ખબર પડી જશે કે તમે કઇ ક્વૉલિટીનું ફળ ખાવા જઇ રહ્યા છો. બને તો એવો પ્રયાસ કરો કે 4 અંકોવાળા સ્ટીકર લગાવેલા ફળો ન જ ખરીદવા. એમાં ઘણી જ વધારે માત્રામાં કેમિકલ અને દવાઓનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. આવા ફળ સ્વાસ્થ્યને ફાયદો ઓછો અને નુકસાન વધુ પહોંચાડે છે. એનાથી કેન્સર જેવી બિમારીઓનો ખતરો વધી જાય છે. ઉચિત એ છે કે થોડું ખાઓ પણ સારું ખાઓ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.

આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે