Panchmahal News : ગુજરાતમાં વિવિધ ઠેકાણે રખડતા ઢોરોનો આતંક જોવા મળે છે. જેમાં રખડતા ઢોરની અડફેટે આવતા લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે. પંચમહાલમાં રખડતા ઢોરનો આતંકની ઘટના સામે આવી છે. રખડતા ઢોરે એક્ટિવાચાલકને અડફેટે લીધો હતો. ઢોરે અડફેટે લેતા એક્ટિવાચાલક નીચે પટકાતા તેને ઈજા પહોંચી હતી. રખડતા ઢોરને પકડવા માટે સ્થાનિકોની માગ ઉઠી રહી છે.ગોધરા બામરોલી રોડ ઉપર પસાર થતા એક્ટિવાચાલકને પશુએ અડફેટમાં લેતા સામાન્ય ઇજા પહોંચી હતી.
ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર પશુઓનો અડિંગો જોવા મળી રહ્યો છે, જ્યારે આ રસ્તા પરથી પસાર થતાં એક્ટિવાચાલકને પશુએ અડફેટમાં લેતા એક્ટિવા ચાલક પડી જતા તેને શરીરે સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે આ બનેલી ઘટનાને નગરપાલિકા ગંભીરતાથી લઈને રસ્તા ઉપર રખડતા પશુઓને પકડી પાડીને જરૂરી કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે. તેવી સ્થાનિક લોકો માગ કરી રહ્યા છે.
રાજ્યના અન્ય એક શહેર આણંદમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો જેમાં આખલાએ રાહદારીઓને અડફેટે લીધા હતા, 3 થી 4 રાહદારીઓને આખલાએ અડફેટે લીધા હતા અને જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આખલાએ આતંક મચાવ્યો હોવાની વાત સામે આવી હતી, મહેસાણામાં પણ આવી રીતે ઢોરે અડફેટે લેતા બે લોકોના જીવ ગયા હતા.
આ પણ વાંચો: સુરતમાં કેમિકલયુક્ત પાણીના પ્રદૂષણ પર ધારાસભ્યનો હોબાળો, SMC અને GPCBની જવાબદારી પર ઉઠાવ્યા સવાલ
આ પણ વાંચો: સુરત : ઉધના રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાવાનો મામલો, ખોટા ડ્રેનેજ કનેક્શન જણાતા ડ્રેનેજ કનેક્શન સીલ કરાયા
આ પણ વાંચો: સુરત : મંતવ્ય ન્યૂઝમાં કેમિકલ યુક્ત પાણીના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું
