Surat News/ સુમુલ ડેરીમાં શાંત થવાનું નામ લેતો નથી વિવાદઃ ચાર ડિરેક્ટરોને ક્રાઇમ બ્રાન્ચે બોલાવ્યા

સુરતની સુમુલ ડેરીમાં કશુ સમુસૂતરુ ચાલતું હોય તેમ લાગતું નથી. આજે પરિસ્થિતિ એવી આવી છે કે ક્રાઇમ બ્રાન્ચે વાઇરલ ઓડિયો ક્લિપના મુદ્દે ચાર ડિરેક્ટરોને નિવેદન માટે બોલાવ્યા છે.

Gujarat Surat Breaking News

Surat News: સુરતની સુમુલ ડેરીમાં કશુ સમુસૂતરુ ચાલતું હોય તેમ લાગતું નથી. આજે પરિસ્થિતિ એવી આવી છે કે ક્રાઇમ બ્રાન્ચે વાઇરલ ઓડિયો ક્લિપના મુદ્દે ચાર ડિરેક્ટરોને નિવેદન માટે બોલાવ્યા છે. જ્યારે ડિરેક્ટર ભરત પટેલે તો મીડિયા સમક્ષ ચોંકાવનારા આક્ષેપ મૂક્યા છે.

પહેલા લાફાના વિવાદ પછી હવે વાઇરલ થયેલી ઓડિયો ક્લિપના મુદ્દે સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે તે ઘટના બતાવે છે કે વાત કેટલી ગંભીર છે. આ કેસમાં ભૂતપૂર્વ મંત્રી કાંતિ ગામીત, ભૂતપૂર્વ ધારાસભ્ય સુનીલ ગામીત, ભરત પટેલ અને રેશા ચૌધરી સામે ફરિયાદ નોંધાઈ છે. તેમા ભરત પટેલ અને રેશા ચૌધરી નિવેદન આપવા આવ્યા છે. ભરત પટેલનો દાવો હતો કે મેં આદિવાસી બહેનોને કાઢી મૂકવાનો વિરોધ કરતાં આ બધુ કમઠાણ રચાયું છે. મારી સામે મોરચો માંડવામાં આવ્યો છે. ડેરીમાં જૂથબંધી થઈ રહી છે. મેં આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.

ભરત પટેલે જણાવ્યું હતું કે 100 કરોડના કૌભાંડની વાત કરી અમને ખોટી રીતે ફસાવવા પ્રયત્ન થઈ રહ્યા છે. મારા વિરોધના કારણે હવે મારા સમર્થક ડિરેક્ટરોને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જો કે ઓડિયો વાઇરલ થવાને લઈને હું અજાણ છું. આ ઓડિયો વાઇરલ કોણે કર્યો તેના અંગે તેમણે કંઇ જ ખબર ન હોવાનો દાવો કર્યો છે. જો કે આગામી દિવસોમાં સુમુલ ડેરીના વિવાદમાં વધુને વધુ ફણગા ફૂટે તેમ માનવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત સુમુલ ડેરીનું નકલી ઘી ઝડપાયં, રૂ 18.98 લાખનું સુમુલ ડેરીનું નકલી ઘી વેંચતા હતા, 2 આરોપીની કરાઈ ધરપકડ કરી પુણા પોલીસે નોંધ્યો ગુનો

આ પણ વાંચો:  ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ પત્રિકા કાંડનો મામલો, 3 લોકોની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી હતી ધરપકડ, આ મામલે વધુ એકની કરવામાં આવી પૂછપરછ, સુમુલ ડેરીના ઉપ પ્રમુખ રાજુ પાઠકની પૂછપરછ કરાઈ, ગતરોજ મોડી રાત સુધી ક્રાઈમ બ્રાન્ચે કરી

આ પણ વાંચો: સુરત, તાપીના પશુપાલકો માટે સારા સમાચાર સુમુલ ડેરીએ બોનસ આપવાની કરી જાહેરાત 5 જૂને પશુપાલકોને 305 કરોડ બોનસ ચુકવશે ચેરમેન માનસિંગ પટેલે આ