Vadodara News : વડોદરામાં બનેલા એક કરૂણ બનાવમાં 16 વર્ષના કિશોરનું ગટરના નાળામાં પડી જતા મોત નીપજ્યુ હતું. બીજીતરફ રિવર્સ લેતી વખતે રેસ્ક્યુ ટીમની ગાડી પણ ખાડામાં પડી હતી. જોકે ગાડીના ડ્રાઈવરનો બચાવ થયો હતો.
આ બનાવની વિગત મુજબ વડોદરા શહેરમાં સરદાર એસ્ટેટથી વૃંદાવન તરફ જતા માર્ગે પાણીની લાઈન શિફ્ટિંગ કર્યા બાદ રોડનું અધૂરું પેચવર્ક કરીને તેને ખુલ્લો મૂકી દેવાતા એક રિક્ષાચાલક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમાચાર પ્રકાશિત થયાના ગણતરીના કલાકોમાં જ પાલિકાએ તાત્કાલિક ધોરણે તે ખાડાઓને પૂરવાની કામગીરી શરૂ કરી હતી.
જોકે, આ ઘટનામાં પાણી પુરવઠા વિભાગના અધિકારીએ પાલિકાની બેદરકારી સ્વીકારવાને બદલે મૃતક વાહનચાલક પર જ દોષનો ટોપલો ઢોળી, ‘પેચવર્ક બાકી હતું, વાહનચાલકોએ ધ્યાન રાખવું જોઈએ’ તેવું અસંવેદનશીલ નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો:સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ
આ પણ વાંચો:સુરતમાં ડુપ્લીકેટ મસાલા બનાવવાની આશંકાએ ફૂડ વિભાગના દરોડા
