Rajkot News: રાજકોટ શહેર ભાજપમાં ચાલતો વિખવાદનો મામલો બહાર આવ્યો છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સોશિયલ મીડિયા પેજ પર વિડીયો શેર કર્યો છે. સાંસદ રામ મોકરિયાએ તેમના વિરોધીઓની આકરી ઝાટકણી કાઢી છે.
રામ મોકરિયાએ પોતાના પર જ લખાયેલા પુસ્તકનું એક પેજ શેર કર્યુ છે. પોલીસ અને મનપામાં ચાલતી ગેરવહીવટ ખુલ્લો કર્યો હોવાનો તેમા જણાવાયું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતો ગેરવહીવટ પણ તેમણે બહાર પાડ્યો હોવાનું જણાવાયું છે.
તેમણે જણાવ્યું હતુ કે હું કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચારનો વિરોધી રહ્યો છું, રહેવાનો છું અને રહીશ. ભ્રષ્ટાચાર સામેનું મારું અભિયાન વિપક્ષ તો ઠીક પક્ષના પણ કેટલાક લોકોને ન ગમે તે સમજી શકાય તેવી વાત છે. તેની સાથે તેમણે સોશિયલ મીડિયામાં સુવિચારવાળું પેજ રજૂ કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આમંત્રણપત્રિકામાંથી સ્થાનિક સાંસદ રામ મોકરિયાનું નામ જ ગાયબ થઈ ગયું છે. આ વાત જાહેરમાં આવવાના પગલે તરત રાજકોટના સ્થાનિક રાજકારણ અને ભાજપમાં ઉપરથી નીચે સુધી હલચલ મચી ગઈ છે. એકાદ કોર્પોરેટરનું નામ આગળપાછળ થાય તોય મોટી બબાલ થઈ જતી હોય છે ત્યાં તો અહીં રાજકોટના સાંસદનું નામ જ ન હોવાથી શાસક પક્ષની અંદર જ જાતજાતના સવાલ થવા લાગ્યા છે. સામાન્ય રીતે આ પ્રકારની ઘટના બહાર આવે તો પહેલું અર્થઘટન એવું કરવામાં આવે છે કે શું આ સાંસદ હાઈકમાન્ડની ગૂડ બૂકમાંથી બહાર ફેંકાઈ ગયા છે.
સામાન્ય રીતે આ પ્રકારે નામ કપાવવાનો શિરસ્તો જ્યારે કોઈ પદાધિકારી હાઈકમાન્ડની ગૂડ બૂકમાંથી બહાર નીકળે ત્યારે જ જોવા મળતો હોય છે. સાંસદ જેવા હોદ્દા પર બેઠેલી વ્યક્તિનું સ્થાનિક સ્તરના કાર્યક્રમમાંથી કપાય ત્યારે વાત ઘણી મોટી થઈ જાય છે. હાલમાં તો સંસદની કાર્યવાહીના કારણે રામ મોકરિયા દિલ્હી ગયા હોવાથી તેમનો પક્ષ જાણી શકાયો નથી, પરંતુ પક્ષનું પ્રચારતંત્ર બધુ રાબેતા મુજબનું હોવાનો ઢોલ પીટવામાં લાગી ગયું છે. આ ઘટનાએ એક તો સ્પષ્ટ બતાવી દીધું છે કે રાજકોટ ભાજપમાં બધુ સમુસૂતરું નથી, કંઇકને કંઇક સખળડખળ ચાલી રહ્યું છે, જેનો પુરાવો રામ મોકરિયાનું કપાયેલું નામ છે.
આ પણ વાંચો: શું ગુજરાતની પ્રજા આવું ઉતરતી કક્ષાનું અનાજ ખાશે, સાંસદ રામ મોકરિયાનો સવાલ?
આ પણ વાંચો: ભાજપના સાંસદ રામ મોકરિયાની કુરિયર કંપનીને ફાયર NOC અંગે નોટિસ
આ પણ વાંચો: ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી
