Ram Mokariya-Health/ ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી

ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ અમરેલી પરસોત્તમ રૂપાલાને મળવા જઈ રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી.

Gujarat Rajkot Breaking News

અમરેલીઃ ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ અમરેલી પરસોત્તમ રૂપાલાને મળવા જઈ રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી. તેમને ગરમીના લીધે ડીહાઇડ્રેશન થયું હોવાનું પ્રાથમિક તારણ છે. ડોક્ટરોએ તેમની તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરી છે.

રામ મોકરિયા અમરેલીથી રાજકોટના માર્ગ પર હતા ત્યારે જ તેમની તબિયત બગડી હતી. તેમને તાકીદના ધોરણે આટકોટની કે.ડી. પરવડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમની તબિયત બગડી હોવાનું જાણ થતાં જ ભાજપના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

પરસોત્તમ રૂપાલાને પણ આ અંગેની જાણ થતાં તેઓ પણ મતદાન કરીને તરત જ રાજકોટથી તરત ત્યાં દોડ્યા હતા. તેમણે તેમની ખબર અંતર પૂછી હતી તથા વહેલામાં વહેલી તકે સાજા થવા જણાવ્યું હતું. તેની સાથે હોસ્પિટલના ડોક્ટરો સાથે પણ તેમની તબિયત અંગેની જાણકારી મેળવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…

વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ