Not Set/ સરકારે બેન્કોને મિનિમમ બેલેન્સ રાખવા પર ફરી વિચાર કરવા કહ્યું

નવી દિલ્હીઃ હાલમાં જ અમુક બેન્કો દ્વારા બેન્ક ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાને લઇને દંડ લગાવાની વાત કરી હતી. આના પર નાણાં મંત્રાલયે આરબીઆઇ અને બેન્કોને સલાહ આપી છે કે, બેન્ક મિનિમમ બેન્ક બેલેન્સની મર્યાદા વધારવાના પોતાના નિર્ણય પર ફરી વિચાર કરે મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર 2014માં પણ આ પ્રકારનો પ્રસ્તાવ આવ્યો હતો. પરંતુ તેને લાગુ […]

Uncategorized

નવી દિલ્હીઃ હાલમાં જ અમુક બેન્કો દ્વારા બેન્ક ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાને લઇને દંડ લગાવાની વાત કરી હતી. આના પર નાણાં મંત્રાલયે આરબીઆઇ અને બેન્કોને સલાહ આપી છે કે, બેન્ક મિનિમમ બેન્ક બેલેન્સની મર્યાદા વધારવાના પોતાના નિર્ણય પર ફરી વિચાર કરે

મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર 2014માં પણ આ પ્રકારનો પ્રસ્તાવ આવ્યો હતો. પરંતુ તેને લાગુ નહોતું કરવામાં આવ્યું જો કે, તેમણે બ્રાંચ અને એટીએમથી ટ્રાંજેક્શન મર્યાદીત કરવાનું સમર્થન કર્યું છે. તેમની તરફથી કહેવામાં આવ્યું છે કે, મહિનામાં 7-8 પૈસા કાઢવાની જરૂર ના પડી શકે.
આ મુદ્દે રિજર્વ બેન્કે અધિકારીઓનું કહેવુ છે કે, મિનિમમ બેલેન્સ અને અન્ય ફી ને લઇને રિઝર્વ બેન્ક તમામ બેન્કોને કોઇ સલાહ ના આપી શકે રિઝર્વ બેન્ક ફક્ત સરચાર્જને પારદર્શી રાખવાની સલાહ આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં એસબીઆઇએ પોતાના નિયમોમાં બદલાવ કરતા કહ્યું હતું કે, એસબીઆઇના નવા નિયમો અનુસાર સેવિંગ અકાઉન્ટસમાં ત્રણ વાર કૈશ જમા કરાવવા પર કોઇ ચાર્જ નહી લાગુ પડે. ત્યાર બાદના દરેક ટ્રાન્જેક્શન પર 50 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. તેમજ કરંટ અકાઉન્ટસમાં આ ચાર્જ 20,000 રૂપિયા પણ હોઇ શકે છે.