World News/ ભારતના ઉત્પાદનો અમેરિકા ન જઈ શકે તો રશિયા આવેઃ રશિયાનું ભારતને જબરદસ્ત સમર્થન

રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ નાખ્યો તેની રશિયાએ આકરી ઝાટકણી કાઢી છે.

Top Stories World Breaking News

નવી દિલ્હીઃ રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ નાખ્યો તેની રશિયાએ આકરી ઝાટકણી કાઢી છે. રશિયન રાજદૂતાવાસે આ અંગે જણાવ્યું હતું કે 50 ટકા ટેરિફના પગલે જો ભારતની સામગ્રી અમેરિકા જઈ શકે તેમ ન હોય તો તેને લેવા માટે રશિયા તૈયાર છે. આ નિવેદન સાથે રશિયાએ ભારત સાથે વેપાર સબંધો મજબૂત કરવાના સંકેત આપ્યા છે. તેની સાથે તેમણે પેમેન્ટ સિસ્ટમમાં સુધારો કરીને અને વેપાર અવરોધો દૂર કરી બંને દેશ વચ્ચે વેપાર સંબંધો વધુ મજબૂત બનાવવાના સંકેત આપ્યા છે.

રશિયાએ અમેરિકાએ ભારત પર લાદેલા પ્રતિબંધને બેવડા ધોરણો ગણાવ્યા છે અને જણાવ્યું છે કે અમેરિકા ભારતને કોની પાસેથી ઓઇલ લેવું કે ન લેવું તેના અંગે ફરજ ન પાડી શકે. ભારત તેના હિતોને ધ્યાનમાં રાખીને ગમે ત્યાંથી ઓઇલ ખરીદી શકે. રશિયન ક્રૂડ પર બજારભાવ કરતાં પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળે છે અને ભારતને તેના પર જબરદસ્ત નફો મળે છે. રશિયન ક્રૂડનો હાલમાં બજારમાં કોઈ વિકલ્પ જ નથી, ભારત જ નહીં ચીન અને તુર્કીયે સહિત કેટલાય દેશો અમારી પાસેથી ક્રૂડ ખરીદે છે, કારણ કે તે સૌથી સસ્તુ પડે છે પણ અમેરિકાએ ભારત પર પ્રતિબંધ લાદી તેનું અન્યાયી અને પક્ષપાતી વલણ દર્શાવ્યું છે.

રશિયાની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો ગ્રાફ દિનપ્રતિદિન તળિયે જઈ રહ્યો છે. ભારતે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવામાં તેની ડેરી અને કૃષિ પેદાશો માટે ભારતીય બજાર ખુલ્લું ન મૂકતા અમેરિકા ગુસ્સે ભરાયું છે. આ ઉપરાંત ભારત રશિયન ક્રૂડ ખરીદીને રશિયા-યુક્રેન યુદ્ધને ફંડિંગ કરતું હોવાનો અમેરિકાનો આરોપ છે.

રશિયન રાજદૂતાવાસે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-રશિયા બંને વચ્ચે એવું પેમેન્ટ મિકેનિઝમ તૈયાર કરવા પ્રયત્ન કરી રહ્યા છે, જેથી તેમના વચ્ચે વેપાર સરળતાથી થઈ શકે. આ પગલું બંને દેશ વચ્ચેની આર્થિક ભાગીદારી જાળવી રાખવામાં મહત્વનું નીવડી શકે છે. આગામી દિવસોમાં બંને દેશ વચ્ચેનો કારોબાર વધુ સુગમ રીતે ચાલે તે માટે બંને દેશ પ્રયત્નશીલ છે.

આ વર્ષના અંત સુધીમાં પુતિન ભારતની મુલાકાતે આવે તેવી સંભાવના છે અને બંને વચ્ચે બેઠક પણ થશે. પુતિન અને મોદી બંને વેપાર, સંરક્ષણ અને ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં વૃદ્ધિ માટે તૈયાર છે.

રશિયન ઉરલનું ક્રૂડ ડિસ્કાઉન્ટ પ્રતિ બેરલ ત્રણ ડોલર જેટલું બેસે છે. ભારતીય રિફાઇનરો માટે આ ડિસ્કાઉન્ટ ઘણું આકર્ષક છે. ભારત પેટ્રોલિયમ પછી આઇઓસીએ પણ તેનો રશિયન ઓઇલનો ક્રૂડ ઓઇલનો પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. તેમા રશિયન ઉરલ ઉપરાંત વરાંદે અને સાઇબીરિયન લાઇટ ગ્રેનો સમાવેશ કર્યો છે. વિશ્વના ત્રીજા નંબરના પેટ્રોલિયમ આયાતકાર તરીકે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત વધારી છે, તેનું મુખ્ય કારણ તેના પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ છે. રશિયા-યુક્રેન યુદ્ધના લીધે રશિયા ડિસ્કાઉન્ટે તેનું ઓઇલ ઓફર કરી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  વ્હાઇટ હાઉસમાં બેઠક પહેલા રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો, ઝેલેન્સ્કીએ કહ્યું- જાણી જોઈને બોમ્બ વરસાવ્યા

આ પણ વાંચો:  ukraine russia conflict/ઝેલેન્સકીને આંચકો લાગ્યો, રશિયા યુક્રેન યુદ્ધ, ટ્રમ્પ ફરી કર્યો પક્ષ પલટો! ડોનબાસ પ્રદેશ પર સમર્થન!

આ પણ વાંચો: us news/પુતિનને મળ્યા પછી ટ્રમ્પનો સ્વર બદલાઈ ગયો, ‘હવે મારે વિચારવું પડશે…’, રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો વિશે શું કહ્યું?