Gujarat News/ PM મોદી દ્વારા ₹5477 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થશે, રોડ શો અને મારુતિ EV લોન્ચિંગ

પ્રધાનમંત્રી ખોડલધામ મેદાન ખાતે અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરના રેલ્વે, શહેરી વિકાસ, માર્ગ નિર્માણ અને મહેસૂલ વિભાગના કુલ ₹5477 કરોડના

Gujarat Top Stories Breaking News

Gujarat News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. તેઓ 25 ઓગસ્ટે સાંજે 4.30 વાગ્યે અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ નરોડાથી નિકોલ સુધી લગભગ ત્રણ કિમી લાંબો રોડ શો કરશે. રસ્તાની બંને બાજુ હજારો લોકો વડાપ્રધાનના સ્વાગત માટે ઉભા રહેશે. રોડ શો માટે બાર મંચ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. નિકોલ વિસ્તારને ખાસ કરીને ગણપતિ અને સ્વચ્છતા થીમથી સજાવવામાં આવ્યો છે.

ગુજરાતની મુલાકાતે

પ્રધાનમંત્રી ખોડલધામ મેદાન ખાતે અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરના રેલ્વે, શહેરી વિકાસ, માર્ગ નિર્માણ અને મહેસૂલ વિભાગના કુલ ₹5477 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમાં મહેસાણા-પાલનપુર વચ્ચે 65 કિમી લાંબી રેલ્વે લાઇનનું ડબલિંગ, બેચરાજી–રણુજા વચ્ચે 40 કિમી લાંબી રેલ્વે લાઇનનું ડબલિંગ, વિરમગામ નજીક 70 કરોડના ખર્ચે બનેલો અંડરબ્રિજ અને ચાંદખેડામાં 66kV સબ-સ્ટેશનનો સમાવેશ થાય છે.

અનેક પ્રોજેક્ટસનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ 

શહેરી વિકાસ પ્રોજેક્ટ હેઠળ વડાપ્રધાન વાડજના રામાપીર ટેકરા ખાતે ₹133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 ફ્લેટનું ઉદ્ઘાટન કરશે. ઉપરાંત સીજી રોડ અને લો ગાર્ડન આસપાસના 6.6 કિમી વિસ્તારને ₹100 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. SP રીંગ રોડ પર 1,500 કરોડના ખર્ચે છ લેન રોડના બાંધકામનું શિલાન્યાસ પણ થશે. આ ઉપરાંત પાણીની વિતરણ લાઇન અને ડ્રેનેજ સિસ્ટમના અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવશે.

આ કાર્યક્રમો બાદ વડાપ્રધાન નિકોલ વિસ્તારમાં યોજાનારી જાહેરસભાને સંબોધિત કરશે, જેમાં આશરે એક લાખ લોકો હાજર રહે તેવી શક્યતા છે. પ્રથમ દિવસના કાર્યક્રમો બાદ તેઓ ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.

EVsનું થશે લોકાર્પણ 

તેની મુલાકાતના બીજા દિવસે, 26 ઓગસ્ટે વડાપ્રધાન હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકી પ્લાન્ટની મુલાકાત લેશે. અહીં કંપનીના નવા ઇલેક્ટ્રિક વાહન યુનિટનું લોકાર્પણ થશે અને SUV સેગમેન્ટની પ્રથમ ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ થશે. આ સાથે ગુજરાતને ઓટોમોબાઇલ સેક્ટરમાં નવો માઇલસ્ટોન મળશે.

વોંકલ ફોર લોકલ 

પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં લોકોને ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ અપનાવવા હાકલ કરી હતી. તેણે જણાવ્યું કે ભારત હવે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન માત્ર વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન જ નહીં, પરંતુ ગુજરાતના લોકોને નવા આત્મવિશ્વાસ અને સ્વદેશી શક્તિ પર ભાર મુકતા સંદેશા આપશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરમતી નદીના તટ પર 7 લોકો ફસાયા, NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું

આ પણ વાંચો:ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો કહેર, સાબરકાંઠાના ઉડણી ગામે બોટ તણાઈ, NDRFની ટીમ એલર્ટ

આ પણ વાંચો:વલસાડ જિલ્લામાં ભારે વરસાદનો કહેર, નદીઓ બે કાંઠે, 53 રસ્તાઓ બંધ, ગામોનો સંપર્ક તૂટ્યો