Bharuch news/ ભાજપના સાસંદ મનસુખ વસાવા ભાજપના નેતાઓ સામે લાલઘૂમ,ચૈતર વસાવા મુદ્દે ધારાસભ્યો ન બોલતા સાંસદ અકળાયા

ભરૂચ ભાજપના નેતાઓ અને ચૈતર વસાવા પર પ્રહારો કર્યા

Gujarat Others

Bharuch News : ભાજપના જ નેતાઓ સામે ભાજપના સાસંદ મનસુખ વસાવા લાલઘૂમ થયા છે. ચૈતર વસાવા પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ ચૈતર વસાવા સામે બોલતા નથી. મનસુખ વસવાએ ફકત મેં એકલાએ ઠેકો નથી લીધો કહીને ભરૂચ ભાજપના નેતાઓ અને ચૈતર વસાવા પર પ્રહારો કર્યા હતા.

ભાદપના ધારાસભ્યો ચૈતર વસાવા મુદ્દે ન બોલતા સાંસદ મનસુખ વસાવા અકળાયા હોવાની વાત સામે આવી છે. ચૈતર વસાવા સામે 19 ગુના નોંધાયેલા છે અને ચૈતર વસાવા ગુનાહિત માનસિકતા ધરાવે છે,એમ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું હતું  વધુમાં મનસુખ વસાવાએ કહ્યું કે, ચૈતર મુદ્દે પ્રદેશ નેતાઓએ પણ બોલવું પડે ખાલી એકલા મનસુખભાઇએ ઠેકો નથી લીધો, દર્શનાબેન અને મોતીસિંહ કેમ ચૈતર વસાવા સામે બોલતા નથી ? આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે, આવા તત્વો સામે નહીં બોલીએ તો ખતમ થઇ જઇશું, એમ મનસુખ વસાવાએ કહ્અયું હતું.

ચૈતર અને તેના ગુંડાઓ સામે હું લડું છું, મને પણ સપોર્ટ કરો તેવી વાત તેમણે કરી હતી, આજે રાજસ્થાન જુઓ આગળ વધી રહ્યું છે, સાંસદ અને બે ત્રણ જિલ્લા પંચાયત કબજે કરી છે, ચૈતર વસાવાને જામીન પણ મળના નથી, તો ચૈતર વસાવા બહાર ના નિકળે તેના માટે તેના માણસો સારા વકીલ પણ રોકતા નથી.

 જો આવા તત્વો સામે નહીં બોલીએ અને મૌન રહીશું તો પતી જઈશું, ચૈતર સામે વિધાનસભા લડવી હોય તો મેદાનમાં આવે અને અમે જોખમ રાખીને ફરીએ છે સાથે સાથે ભાજપ પક્ષ માટે પણ બોલી રહ્યાં છીએ, એમ મનસુખ વસાવાએ બળાપો ઠાલવતા કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ બનાવવા મહત્વનો નિર્ણય લેવાશે !

આ પણ વાંચો:ગુજરાતમાં સતત સાત દિવસ માટે રહેશે અનેક જિલ્લામાં વરસાદ, IMD દ્વારા કરાઇ આગાહી

આ પણ વાંચો:PM મોદી દ્વારા ₹5477 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થશે, રોડ શો અને મારુતિ EV લોન્ચિંગ