Not Set/ રાયબરેલીમાં સર્જાયેલી દુર્ઘટનાને લઈને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર થયો છે.ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સર્જાયેલી દુર્ઘટનાને લઈને આ ફેરફાર થયો છે.રાયબરેલીમાં જે એનટીપીસીના પ્લાન્ટમાં જે વિસ્ફોટ થયો હતો.જેમાં 18થી વધુ લોકોના મોત થયા છે.ત્યારે રાહુલ ગાંધી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાયબરેલી રવાના થયા છે.સુરત ખાતેથી તેઓ રાયબરેલી જવા રવાના થયા અને ત્યાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી ફરી સાંજના સમયે […]

Top Stories

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર થયો છે.ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સર્જાયેલી દુર્ઘટનાને લઈને આ ફેરફાર થયો છે.રાયબરેલીમાં જે એનટીપીસીના પ્લાન્ટમાં જે વિસ્ફોટ થયો હતો.જેમાં 18થી વધુ લોકોના મોત થયા છે.ત્યારે રાહુલ ગાંધી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાયબરેલી રવાના થયા છે.સુરત ખાતેથી તેઓ રાયબરેલી જવા રવાના થયા અને ત્યાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી ફરી સાંજના સમયે ગુજરાત પરત ફરશે.અને આગળના કાર્યક્રમ મુજબ વલસાડ તથા અન્ય વિસ્તારોમાં પ્રચાર કરશે.મહત્વનું છે કે બુધવારથી રાહુલ ગાંધી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા.પહેલા દિવસે વડોદરા,જંબુસર, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં તેમણે જનસભા યોજી જે બાદ તેઓ આજે સવારથી જ વલસાડની મુલાકાત કરવાના હતા.જો કે રાયબરેલીમાં જે દુર્ઘટના સર્જાઈ તેને લઈને તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાયબરેલી જવાનો નિર્ણય કર્યો હતો.મહત્વનું છે કે રાયબરેલી સોનિયા ગાંધીનો મતવિસ્તાર છે..