Ahmedabad News : ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાની સ્થિતી ચિંતાજનક હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ આક્ષેપ કર્યો છે. મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે કે એક શિક્ષકે આખી શાળા ચલાવવી પડે છે. જેમાં U-DIAS રિપોર્ટ મુદ્દે ડૉ. મનીષ દોશીએ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યની અનેક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. શૈક્ષણિક અને વહીવટી કામ માત્ર એક શિક્ષક સંભાળે છે.
તેમણે શિક્ષણનું કથળતું સ્તર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતાજનક હોવાનું કહ્યું હતું. તેમણે ભાજપ સરકારની શિક્ષણ નીતિઓની આકરી ટીકા કરી હતી. તે સિવાય U-DIAS રિપોર્ટ શિક્ષકોની ભારે અછત દર્શાવે છે, એમ દોશીએ કહ્યું હતું. તે સિવાય ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષકોની ભરતી થતી નથી, એમ દોશીએ ઉમેર્યું હતું. ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓનો મોટો અભાવ છે.
સરકારને તાત્કાલિક પગલાં લેવા કોંગ્રેસની માંગ હોવાનું મનીષ દોશીએ કહ્યું હતું. તેમણે શિક્ષકોની ભરતી અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવા માંગ કરી છે. દોશીએ પારદર્શક રીતે આંકડાઓ જાહેર કરવા સરકારને અપીલ કરી હતી.
આ પણ વાંચો: અમરેલીમાં લુખ્ખા તત્વોના ત્રાસને લઈને બાવકુ ઊંધાડે હર્ષ સંઘવીને લખ્યો પત્ર
આ પણ વાંચો: અમરેલી-ધારી બ્રોડગેજ રેલવે લાઇન માટે ₹178 કરોડની મંજૂરી!
આ પણ વાંચો: અમરેલીના રાજુલામાં મળ્યો વધુ એક સિંહણનો મૃતદેહ
