Kutch News/ કચ્છ પોલીસે દારૂ પર ફેરવ્યું બુલડોઝર, કરોડોના માલનો કરાયો નાશ

કાર્યવાહી નંદાસર નજીકના જંગલ વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી, જ્યાં બુલડોઝર ફેરવી બોટલોનો નાશ કરાયો હતો.

Top Stories Gujarat Breaking News

Kutch News: કચ્છ જિલ્લામાં રાપર અને બાલાસરમાં પોલીસે વિદેશી દારૂના જથ્થાના પર મોટી કાર્યવાહી હાથ ધરી હતી. રાપર અને બાલાસર પોલીસે પકડેલા 26,364 બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી નંદાસર નજીકના જંગલ વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી, જ્યાં બુલડોઝર ફેરવી બોટલોનો નાશ કરાયો હતો.

[fvplayer id=”56″]

જ્યાં દારૂની બોટલોનો નાશ કરતા સ્થળે પાણીની જગ્યા પર દારૂની નદીઓ વહેવા લાગી હતી. આ કામગીરી દરમિયાન રેવન્યુ તલાટી તથા પ્રાંત કચેરીના કર્મચારી પણ હાજર હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલ દારૂની કુલ કિંમત અંદાજે રૂપિયા 5 કરોડ 60 લાખ જેટલી હતી.

 

[fvplayer id=”57″]

પોલીસે આ કાર્યવાહી કરીને રાજ્યમાં દારૂબંધી કાયદાને અમલમાં લાવવાની કડક નીતિ દર્શાવી છે. સ્થાનિક લોકોમાં પણ પ્રશાસનની આ કાર્યવાહી અંગે પ્રશંસાનો માહોલ જોવા મળ્યો હતો.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CCI એ મારુતિ સુઝુકીને 200 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કેમ ?

આ પણ વાંચો:મારુતિ સુઝુકી ડિઝાયર અને ટાટા એસ માટે શરૂ થઇ ઇલેક્ટ્રિક કીટ

આ પણ વાંચો:નવા નિયમોથી ભાવમાં વધારો થશે, મારુતિ સુઝુકીએ આપી ચેતવણી