રાજ્યભરમાં રખડતા ઢોર નો ત્રાસ દિવસેને દિવસે રહ્યો છે ત્યારે એક્શન લેવા માટે વિધાનસભામાં અડધી રાત્રે આ અંગેનું બિલ પસાર કરવામાં આવ્યું છે. શહેરમાં રખડતા ઢોર ના આતંકથી બચવા સરકારે એક્શન લેવા માટે વિધાનસભામાં રખડતા ઢોર બીલ પસાર કર્યું કે તરત જ માલધારી સમાજ સહિત વિપક્ષ કેટલાક સવાલો ઉઠાવ્યા અને રખડતા ઢોર બીલને સંપૂર્ણપણે સમાજવિરોધી ગણાવ્યું છે. ઠેર-ઠેરથી આ રખડતા ઢોર બીલ અંગે વિરોધ થઇ રહ્યા છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ ભુપેન્દ્ર પટેલ સુધી આ કાયદા અંગે ફેરવિચારણા કરવા માટે રજૂઆતો થઈ રહી છે. રખડતા ઢોર મુક્ત શહેર કરવા માટે બીલ પરત ખેંચવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ આજે રાજ્યપાલને મળશે અને રજુઆત કરશે કે આ બીલ તાત્કાલિક પરત ખેંચવામાં આવે.
રખડતા ઢોર માટેનું બીલ પસાર થતાની સાથે જ રાજ્યભરમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીએ દેખાવો થઈ રહ્યા છે અને માલધારી સમાજ આ બીલને કાળો કાયદો ગણાવીને પાછો ખેંચવા માટે માંગ કરી રહ્યો છે. આ અંગે રજૂઆત માટે અને વિધાનસભામાં પસાર કરેલું બીલ પરત ખેંચવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ ગુરુવારે રાજ્યપાલને મળશે સાથે જ કાયદા પર હસ્તાક્ષર નહીં કરવા અપીલ કરશે. ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીની અંગે પણ રજૂઆત કરશે. જો કે રાજ્યપાલને મળતા પહેલા 10:00 માલધારી સમાજના આગેવાનો મુખ્યમંત્રી સાથે સીએમ બંગ્લે ચર્ચા કરશે અને આ કાયદામાં ફેરબદલ કરવી કે રદ કરવો જરૂરી છે તેનો નિર્ણય લેશે. જો કે સવાલ એ થાય છે કે રખડતા ઢોર સામે શહેરીજનો કેટલું સહન કરશે સામે રખડતા ઢોરને પાંજરાપોળ કે અન્ય સુરક્ષિત સ્થાન મળી રહે તે પણ મહત્વનું છે.
નોંધનીય છે કે રખડતા ઢોર નિયંત્રણ કાયદાને લઇ માલધારી સમાજમાં રોષ જોવા મળે છે. ગુજરાત કોંગ્રેસ માલધારી સેલની પ્રદેશ કાર્યાલયમાં એક મહત્વની બેઠક મળી હતી. જે બેઠકમાં બીલ અંગેની ચર્ચાઓ થઈ હતી અને જો સરકાર બીલ પરત નહી લે તો ગાયો સાથે વિધાનસભા તરફ કૂચ કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.
આ પણ વાંચો : પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સના કાયદાના વિરોધમાં કલેક્ટર કચેરીએ પ્રદર્શન કરાયું
આ પણ વાંચો :હિજાબ મુદ્દે અલ કાયદાના નેતાએ આપી પ્રતિક્રિયા, મુસ્કાનના પિતાએ કહ્યું- હું તેને ઓળખતો પણ નથી
આ પણ વાંચો :14 એપ્રિલ કે 17 એપ્રિલ નહીં… રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ તારીખે લેશે ફેરા સાત
આ પણ વાંચો :હૃતિક, સબા, સુઝેન અને અર્સલાન ગોવામાં સાથે પાર્ટી કરતા જોવા મળ્યા, ફોટા થયા વાયરલ
