Ahmedabad News/ સાણંદના ચેખલા ગામે યુવક ડૂબ્યો, પોલીસને આત્મહત્યાની શંકા

અમદાવાદ જિલ્લાના સાણંદમાં ચેખલા ગામ પાસે કિયારૂ તળાવમાં એક યુવાન ડૂબ્યો હતો. આ બનાવના પગલે સાણંદ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી.

Gujarat Ahmedabad Breaking News

Sanand News: અમદાવાદ જિલ્લાના સાણંદમાં ચેખલા ગામ પાસે કિયારૂ તળાવમાં એક યુવાન ડૂબ્યો હતો. આ બનાવના પગલે સાણંદ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી.  ફાયરબ્રિગેડની બે દિવસની ભારે જહેમત પછી યુવાનનો મૃતદેહ મળ્યો હતો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાણંદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પોલીસને જાણવા મળ્યું હતું કે યુવક સાસરીમાં જ રહેતો હતો અને તેણે ઘરકંકાસના કારણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે. યુવાનનું નામ રાજુભાઈ રાવળ છે અને તેમણે કોઈ અગમ્ય કારણસર જીવન ટૂંકાવ્યું હતું. તે સાણંદમાં ભવાનીનગર ખાતે સાસરીમાં રહેતા હતા.

પોલીસે મૃતકનો મોબાઇલ ફોન તેના કબ્જામાં લીધો છે. પોલીસનું માનવું છે કે મોબાઇલ ફોનથી તેને આ કિસ્સામાં વધારે જાણવા મળી શકે. તેની સાથે તેણે આ અંગે તેના સગાસંબંધીઓની પૂછપરછ પણ કરવાનું શરૂ કર્યુ છે અને તેના મિત્રવર્તુળમાં પણ પોલીસે પૂછપરછ આદરી છે. આ દિવસે તેણે આત્મહત્યા કરી તે દિવસે તે છેલ્લે કોને-કોને મળ્યો હતો તેની તપાસ પણ પોલીસે શરૂ કરી દીધી છે. આના પરથી તેમને આત્મહત્યાના સંભવિત કારણની ખબર પડી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Ahmedabad News/સાણંદ તાલુકાની માણકોલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને મારઝૂડને લઈને વિવાદ

આ પણ વાંચો: Ahmedabad News/સાણંદમાં VIP દારૂની પાર્ટી પર પોલીસનો દરોડો, દારૂમાં ધુત થયેલ 50 જેટલા યુવાનો ઝડપાયા!

આ પણ વાંચો: Ahmedabad News/સાણંદ અને આંબલી રોડ સ્ટેશન પર નમો ભારત રેપિડ રેલના સ્ટોપેજનો પ્રારંભ