Kheda News: ખેડામાં ભારે વરસાદના પગલે પૂરની સંભાવના છે અને પૂરની સંભાવનાના પગલે ખેડાનીબધી સ્કૂલો-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આવતીકાલે તમામ સ્કૂલ-કોલેજોમાં રજૂ જાહેર કરવામાં આવી છે.

ખેડા જિલ્લાની બધી આંગણવાડી અને પ્રાથમિક શાળા બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બંધ રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લાની તમામ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બંધ રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

વરસાદમાં જોઈએ તો ખેડાના કપડવંજ તાલુકામાં 1.6 ઇંચ, નડિયાદમાં 1.3 ઇંચ, કઠલાલમાં 1.3 ઇંચ, મહેમદાવાદમાં 1.2 ઇંચ, માતરમાં 20 મીમી વરસાદ નોંધાયો છે. વસોમાં 17 મીમી, ગલતેશ્વરમાં 15 મિમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મહુધામાં 15 મીમી અને ખેડામાં 13 મિ.મી. વરસાદ પડ્યો છે.

રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઇ ગઈકાલે મુખ્ય સચિવ પંકજ જોષીના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેક્ટરોને મુખ્ય સચિવે આગાહીને ધ્યાનમાં રાખીને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને એમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
રાજ્યમાં 211 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઇગામમાં 8.27 ઇંચ તો સૌથી ઓછો છોટા ઉદેપુરમાં 1 મિમી વરસાદ વરસ્યો છે. રાજ્યની 882 મિમી વરસાદની જરૂરીયાત સામે કુલ 907 મિમી વરસાદ થઇ ચૂક્યો છે એટલે કે રાજ્યમાં સતત ચોથા વર્ષે સિઝનનો 100% વરસાદ થયો છે
આ પણ વાંચો: આજે સવારથી ખેડા જિલ્લામાં પડ્યો 3.68 ઇંચ વરસાદ, જનજીવન થયું પ્રભાવિત
આ પણ વાંચો: Kheda News/ખેડા કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્ત્વપૂર્ણ સંકલન બેઠક : ધારાસભ્યએ પ્ર્શ્ન કર્યો કે કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ ક્યારે શરૂ કરાશે?
આ પણ વાંચો: Kheda News/ખેડામાં પુત્ર મોહમાં પિતાએ લીધો પુત્રીનો જીવ
