#WATCH | Nepal: Thousands of people protest in Kathmandu against the ban on Facebook, Instagram, WhatsApp and other social media sites, leading to clashes between police and protesters. pic.twitter.com/klrP1HRJQd
— ANI (@ANI) September 8, 2025
Kathmandu: નેપાળમાં સોશિયલ મીડિયા એપ પર પ્રતિબંધ મૂકવાનું સરકારને ભારે પડી ગયું છે. તેના વિરોધમાં યુવાનોનું મોટું જૂથ સંસદમાં ઘૂસી જતાં સનસનાટી મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો મોટાપાયા પર વિરોધ કરતાં GenZ તેની સામે મોટાપાયે વિરોધ કરી રહી છે. ફક્ત યુવાનો જ નહીં યુવતીઓ પણ આ પ્રતિબંધના વિરોધમાં રસ્તા પર ઉતરી છે. આ વિરોધ પ્રદર્શન હિંસક બનતા અત્યાર સુધીમાં 18ના મોત નીપજી ચૂક્યા છે અને 100થી પણ વધુ ઇજા પામ્યા છે.


નેપાળની ઓલી સરકારે તાજેતરમાં નિયમોનું પાલન ન કરવા બદલ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધા છે.
તેના કારણે નેપાળમાં વ્યાપક પાયા પર ઉપયોગમાં લેવાતા સોશિયલ મીડિયા એપ વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબૂક વગેરે બંધ કરી દેવાયા છે. આ કંપનીઓએ નેપાળમાં તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતુ.


સરકારના પગલાંનું વિપરીત પરિણામ આવ્યું છે. સામાન્ય રીતે સરકારે પ્રતિબંધ લાદ્યો હોય તો તેને એમ હશે કે કંપનીઓ તેની સામે હાથ જોડતી આવશે, પરંતુ અહીં તો તેનાથી ઉલ્ટું થયું છે. કંપનીઓ આવે તે પહેલાં લોકો પ્રતિબંધની સામે રસ્તા પર ઉતર્યા છે અને સંસદમાં ઘૂસી ગયા છે. નેપાળમાં દરેક શહેરમાં ઓલી સરકાર સામે દેખાવ થઈ રહ્યા છે. સરકારે કદાચે કલ્પના પણ કરી નહીં હોય કે તેમણે સોશિયલ મીડિયા પર લાદેલા પ્રતિબંધના આટલા વિપરીત પ્રતિઘાત પડશે.


આ આખી ઘટના દર્શાવે છે કે ઓલી સરકાર નવી પેઢીને સમજવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. નેપાળના યુવાનોનું કહેવું છે કે સરકાર ભ્રષ્ટાચાર તો દૂર કરવાની વાત બાજુએ રહી તેના બદલે સોશિયલ મીડિયા એપ પર પ્રતિબંધ મૂકવા જેવા તરકટ કરે છે. સરકાર કરવાનું છે તે કરતી નથી અને ન કરવાનું બધું જ કરે છે. તેઓ સરકાર પર લોકોની આઝાદી છીનવવાનો આરોપ મૂકી રહ્યા છે.
#WATCH | Nepal | Protest turned violent in Kathmandu as people staged a massive protest against the ban on Facebook, Instagram, WhatsApp and other social media sites, leading to clashes between police and protesters. pic.twitter.com/YWNj3R0wUG
— ANI (@ANI) September 8, 2025
લગભગ 18થી 30 વર્ષના યુવાનો સંસદના સંકુલમાં પ્રવેશ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ લગભગ 13થી 14 હજાર જેટલા દેખાવકારો હાજર છે. પોલીસ ગોળીબારમાં એક દેખાવકારનું મોત પણ થયું છે. તેના લીધે ઉશ્કેરાયેલા દેખાવકારો તોડફોડ કરવા પર ઉતરી આવ્યા છે. પોલીસ તેમને રોકવા માટે ટીયરગેસના શેલ અને વોટરકેનનનો આશરો લીધો છે, પરંતુ આમ છતાં પણ દેખાવો હજી પણ જારી છે. દેખાવકારોએ સંસદના પહેલા અને બીજા નંબરના ગેટ પર કબ્જો જમાવી દીધો છે. પરિસ્થિતિ વણસતા સંસદભવન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પીએમ નિવાસ્થાન નજીકના વિસ્તારોમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને કેપી શર્મા ઓલીની સરકારના ભ્રષ્ટાચાર સામે યુવાનોમાં આકરો વિરોધ છે.
આ પણ વાંચો: nepal news/નેપાળમાં રાજાશાહી ફરીથી સ્થાપિત કરવાની માંગ પર હિંસા. લોકશાહી પર ઉભા થયા પ્રશ્નો
આ પણ વાંચો: nepal news/નેપાળમાં ભૂકંપ! 6.1 ની તીવ્રતા, લોકોને સાવધાન રહેવા અપીલ
આ પણ વાંચો: nepal news/નેપાળમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ, મધરાત્રે લોકો ઘરની બહાર દોડી આવ્યા
