Mantavya Exclusive/ ગુજરાતના શિક્ષણ જગતમાં ચોંકાવનારું કૌભાંડ: એલન ઇન્સ્ટિટ્યૂટની શાળાઓ સાથે ગુપ્ત સાંઠગાંઠ

એલન ઇન્સ્ટિટ્યૂટ અને કેટલીક શાળાઓ વચ્ચે ગુપ્ત સાંઠગાંઠ ચાલી રહી છે. શાળાઓના રજીસ્ટરમાં વિદ્યાર્થીઓના નામ નોંધાય છે, પરંતુ આ વિદ્યાર્થીઓ શાળામાં ભણવા જતા નથી.

Top Stories Ahmedabad Gujarat Mantavya Exclusive Breaking News

Ahmedabad News: ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક ભયાનક કૌભાંડનો પર્દાફાશ થયો છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં મૂકી રહ્યું છે. મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશન દ્વારા ખુલાસો થયો છે કે પ્રખ્યાત કોચિંગ સંસ્થા એલન ઇન્સ્ટિટ્યૂટ શાળાઓ સાથે મળીને નકલી એડમિશનનું એક મોટું કાવતરું ચલાવી રહી છે. આ ચકચારભર્યા ખુલાસામાં જાણવા મળ્યું છે કે શિક્ષણની આડમાં નાણાકીય લાભ મેળવવાની રમત રમાઈ રહી છે, જેનો ભોગ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ બની રહ્યા છે.

આ સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યું છે કે એલન ઇન્સ્ટિટ્યૂટ અને કેટલીક શાળાઓ વચ્ચે ગુપ્ત સાંઠગાંઠ ચાલી રહી છે. શાળાઓના રજીસ્ટરમાં વિદ્યાર્થીઓના નામ નોંધાય છે, પરંતુ આ વિદ્યાર્થીઓ શાળામાં ભણવા જતા નથી. તેના બદલે, તેઓ સીધા એલનના કોચિંગ ક્લાસરૂમમાં અભ્યાસ કરે છે. આ રીતે, “એડમિશન શાળામાં, અભ્યાસ એલનમાં!” શાળાઓને આર્થિક ફાયદો મળે છે, જ્યારે એલન પોતાની ઊંચી કોચિંગ ફી વસૂલે છે. આ ગેરકાયદેસર પ્રથાને કારણે વિદ્યાર્થીઓ શાળાના સંતુલિત શિક્ષણ અને પ્રવૃત્તિઓથી વંચિત રહે છે, જે તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે.

આ કૌભાંડનો સૌથી મોટો ભોગ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ બની રહ્યા છે. વાલીઓને એવું લાગે છે કે તેમના બાળકો શાળામાં રજીસ્ટર્ડ છે અને નિયમિત શિક્ષણ મેળવી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તેમને માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે દબાણ કરવામાં આવે છે. આ કારણે વિદ્યાર્થીઓ શાળાની શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓથી દૂર રહે છે, જેની અસર તેમના ભવિષ્ય પર પડે છે. વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે, જેઓ પોતાની મહેનતની કમાણી બાળકોના શિક્ષણ માટે ખર્ચે છે, પરંતુ સામે મળે છે ધોકો.

મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં સ્પષ્ટ પુરાવા સામે આવ્યા છે કે આ ભૂતિયા એડમિશનના જાળમાં હજારો વિદ્યાર્થીઓ ફસાઈ ચૂક્યા છે. આ ગેરકાયદેસર સાંઠગાંઠ દ્વારા શિક્ષણ વિભાગની સિસ્ટમને અંદરથી ખોખલી કરવામાં આવી રહી છે. કાયદાને ઉલ્લંઘીને નિયમોનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેની સીધી અસર બાળકોના ભવિષ્ય પર પડી રહી છે.

આ ખુલાસા બાદ વાલીઓ અને સમાજમાં આક્રોશ ફેલાયો છે. ઘણા વાલીઓએ જણાવ્યું કે તેઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મોટી રકમ ચૂકવે છે, પરંતુ બદલામાં તેમને શાળાનું શિક્ષણ મળતું નથી. આ ઉપરાંત, અન્ય સ્ટિંગ ઓપરેશનમાં પણ એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ જેવી કોચિંગ સંસ્થાઓની સમાન પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે, જે શિક્ષણના પવિત્ર વ્યવસાયને કલંકિત કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો ચોંકાવનારો કિસ્સો, CCTV એ શાળાની બેદરકારીનું સત્ય ઉજાગર કર્યું

આ પણ વાંચો:ભરૂચની મિશ્રા શાળા બંધ થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા

આ પણ વાંચો:ખોખરા સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં શાળાની બેદરકારી સામે ફરિયાદની તૈયારી, ક્રાઈમ બ્રાન્ચની તપાસ તેજ