Mantavya Exclusive/ એલન સાથેની સાંઠગાંઠમાં સુરતમાં સંડોવાયેલી સ્કૂલોની તપાસ કરીશુઃ ડીઇઓ

તેમણે જણાવ્યું હતું કે મંતવ્ય ન્યૂઝે જે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તેમા તેઓ સુરતમાં તેમના અધિકાર ક્ષેત્રમાં આવતી સ્કૂલોની તપાસ કરશે અને તપાસનો રિપોર્ટ તૈયાર કરીને જે સ્કૂલો આમા સંડોવાયેલી હશે તેની સામે કાર્યવાહી કરીશું તેવી હૈયાધારણ આપી હતી.

Gujarat Top Stories Surat Breaking News

Surat News: મંતવ્ય ન્યૂઝના એલન ઇન્સ્ટિટ્યુટના કૌભાંડ અને શાળાઓ સાથેની સાંઠગાંઠના પર્દાફાશ પછી સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી (ડીઇઓ)એ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મંતવ્ય ન્યૂઝે જે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તેમા તેઓ સુરતમાં તેમના અધિકાર ક્ષેત્રમાં આવતી સ્કૂલોની તપાસ કરશે અને તપાસનો રિપોર્ટ તૈયાર કરીને જે સ્કૂલો આમા સંડોવાયેલી હશે તેની સામે કાર્યવાહી કરીશું તેવી હૈયાધારણ આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે કૌભાંડનો વ્યાપ જોતાં ટીમ બનાવીને વિવિધ સ્કૂલોમાં મોકલવામાં આવશે. દરેક સ્કૂલોની તપાસ કરવામાં આવશે. વિવિધ રીતે જોવામાં આવશે. દરેક માપદંડ પર સ્કૂલની ચકાસણી કરાશે. સ્કૂલોએ મંતવ્ય ન્યૂઝ કહે છે તે પ્રકારે કોચિંગ ઇન્સ્ટિટ્યુટ સાથે જોડાણ કર્યા હતા તેને લઈને પણ ચકાસણી કરાશે અને આવા કોચિંગ ક્લાસની વિગતો પણ માંગવામાં આવશે.

સ્કૂલોમાં ડમી વિદ્યાર્થીઓ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. બાળકોના ભવિષ્ય સાથે રમત રમનારાને છોડાશે નહી. જો કે તેમણે આની માટે વાલીઓને પણ સ્કૂલો જેટલા જ જવાબદાર ઠેરવ્યા હતા જે પૂરતા પ્રમાણમાં તપાસ કર્યા વગર જ આવી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને મોકલી દે છે. વાલીઓએ પણ તેમના સંતાનના ભવિષ્યને લઈને થોડી ઘણી તો તપાસ કરવી જોઈએ.

સુરતમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા પર્દાફાશને લોકોએ નીહાળ્યું હતું. બધાનો એક જ સૂર હતો કે આ તો બાળકોના ભવિષ્ય સાથે ભયાનક રમત રમાઈ રહી છે. બાળકોના ભવિષ્ય સાથે આ રીતે થતાં ચેડા અટકાવવા જોઈ. સરકારે આવા કૌભાંડ કરનારા સામે કડક પગલાં લેવા જોઈએ. આ કૌભાંડને લઈને શિક્ષણ વ્યવસ્થા પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. પૈસાના જોરે શિક્ષણનો સોદો ન કરવો જોઈએ તેવું લોકો માને છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતના શિક્ષણ જગતમાં ચોંકાવનારું કૌભાંડ: એલન ઇન્સ્ટિટ્યૂટની શાળાઓ સાથે ગુપ્ત સાંઠગાંઠ

આ પણ વાંચો: એલન ઇન્સ્ટિટ્યુટના કૌભાંડને લઈને વિપક્ષના પ્રહારો

આ પણ વાંચો: રાજકોટમાં શિક્ષણ માફિયાનો કાળો કારોબાર: JEE-NEET કોચિંગની KOTA ફેક્ટરી