Gujarat News: ગુજરાતમાં ભારે વરસાદથી નદી નાળા છલોછલ થઈ રહ્યાં છે ત્યારે યુવકો નદીમાં નાહવાની મજા લેવાનું ચુકતા નથી. પરંતુ મજા સજા બની જાય ત્યારે પોતે અને પરિવારે ભોગવવું પડતું હોય છે.
ખેડાના ખુમરવાડ ગામ પાસે નદીના વેહરામાં નહાવા ગયેલા ચાર લોકો ડૂબ્યા હતા, જેમાંથી બે યુવકોના નદીમાં મોત થયા છે. 2નો બચાવ થયો છે. ચેતન, વિજય નામના 2 યુવકોનાં ડૂબવાથી મોત થયા છે. અમદાવાદના 4 યુવકો નદીમાં ન્હાવા પડ્યા હતા જેમાંથી બે યુવકો મોતને ભેટ્યા હતા.
અમદાવાદના વાસણા વિસ્તારનાં આ યુવકનો નદીમાં નહાવા માટે ગયા અને ઉંડા પાણીમાં જતા યુવકોએ બૂમાબૂમ કરતા સ્થાનિક તરવૈયાઓએ 2 લોકોને બચાવ્યા તો 2 લોકોના મોત થતા પરિવારમાં શોકનું મોજું મળી ફરી વળ્યું છે.
સાબરકાંઠાના તલોદમાં યુવાનનું નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. અણિયોડ ગામે મેશ્વો નદીમાં યુવાનનું ડૂબવાથી મોત થયું છે. નદીમાં નાહવા પડ્યો હતો અને ડૂબવાથી મોત થયું છે. ગામમાં જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. તરવૈયા દ્વારા શોધખોળ કરી મૃતદેહ બહાર કાઢ્યો છે.
આ પણ વાંચો:વડોદરા-હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત, દંપતીનું મોત
આ પણ વાંચો:અમદાવાદથી થરાદ વચ્ચે 6 લેન હાઈસ્પીડ કોરિડોર બનશે, જાણો હાઈવેની ખાસિયતો
આ પણ વાંચો:ડીસામાં ગોડાઉનમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
