Aravalli News:અરવલ્લીનો (Aravalli) એક પરિવાર નેપાળના (Nepal) પોખરામાં ચાલી રહેલી અશાંતિના કારણે ત્યાં જ ફસાઈ ગયો છે.આ પરિવાર હાલમાં પોખરાની એક હોટલમાં (Hotel) સુરક્ષિત છે,પરંતુ આજુબાજુના વિસ્તારમાં પ્રદર્શનકારીઓ દ્વારા ઉશ્કેરાયેલી હિંસા અને આર્મી કરફ્યુને કારણે પરિવાર ચિંતામાં મુકાયો છે. ભારત અને ગુજરાત સરકાર દ્વારા પરિવારને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ પરિવારમાં અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય અને બાળ વિકાસ સમિતિના ચેરમેન વીણાબેન ખરાડી, તેમના પતિ રામજીભાઈ ખરાડી, અંકિતભાઈ ખરાડી અને પ્રિયંકાબેન બોદરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બિહારના એક કાર ડ્રાઈવર સહિત કુલ પાંચ વ્યક્તિઓ હાલ હોટલમાં ફસાયેલા છે. પરિવાર પ્રવાસ માટે નેપાળ ગયો હતો, પરંતુ પોખરામાં અચાનક બગડેલી સ્થિતિને કારણે તેઓ હોટલમાં અટવાયા છે.
પોખરામાં ચાલી રહેલા પ્રદર્શનો દરમિયાન હિંસક ઘટનાઓ બની હતી જેમાં પ્રદર્શનકારીઓએ આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં આવેલી છે.હોટલોને આગ ચાંપી દીધી છે,આ ઘટનાઓથી પરિસ્થિતિ નાજુક બની ગઈ છે, અને સ્થાનિક વહીવટ દ્વારા આર્મી કરફ્યુ લાદવામાં આવ્યો છે. આ કારણે પરિવાર હોટલમાંથી બહાર નીકળી શકે તેમ નથી, પરંતુ હાલ તેઓ સુરક્ષિત છે.
જોકે, ભાવનગરના કુલ 43 લોકો નેપાળમાં ફસાયા છે જેમાંથી ધારાસભ્ય જીતુ વાઘાણી અને કાઉન્સિલર ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ રાત્રે ટેલિફોન પર આ તમામ મુસાફરોનો સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે આ તમામ મુસાફરો હાલમાં નેપાળના પોખરા ગેસ્ટહાઉસમાં સુરક્ષિત છે. ધારાસભ્યએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ભારત સરકારને આ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢીને ભારત પાછા લાવવા માટે જાણ કરી છે. દરમિયાન, ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ આ મુસાફરો સાથે સતત સંપર્કમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટના અંગે તાત્કાલિક કેન્દ્ર સરકારનો સંપર્ક કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફસાયેલા ગુજરાતી મુસાફરોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
આ પણ વાંચો:નેપાળની ઘટના બાબતે પ્રવકતા મંત્રીનું નિવેદન, ફસાયેલ ગુજરાતીઓ માટે થઇ રહ્યા છે તમામ પ્રયાસ
આ પણ વાંચો:કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા ગુજરાતી યાત્રાળુઓ, નેપાળમાં વિરોધ પ્રદર્શનને કારણે ફ્લાઇટ રદ
આ પણ વાંચો:AMC અધિકારી વિરુદ્ધ ACBની મોટી કાર્યવાહી: રૂ.67 લાખની અપ્રમાણસર સંપત્તિનો કેસ
