Gandhinagar News: 17 સપ્ટેમ્બરથી દેશવ્યાપી શરુ થનાર “સ્વસ્થ નારી , સશક્ત પરિવાર” અભિયાન (Sashakt Nari, Sashakt Parivaar Campaign)ની પૂર્વ તૈયારી સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી.
[fvplayer id=”105″]
17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર (17th September to 2nd October) સુધી સમગ્ર દેશમાં આ અભિયાન ચાલશે.
આરોગ્ય વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી અભિયાન હાથ ધરવામાં આવશે.
[fvplayer id=”106″]
ગુજરાતમાં પણ આ અભિયાનના ભાગરૂપે 7700 થી વધુ જગ્યાએ મેડિકલ કેમ્પનું આયોજન થશે.
કરોડોની સંખ્યામાં નાગરિકો મેડિકલ સ્ક્રિનિંગ કૅમ્પ સુવિધાનું નામ લાભ લે તે પ્રમાણેનું આયોજન હાથ ધરાશે.
[fvplayer id=”107″]
આ અભિયાન અંતર્ગત, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ, સિકલ સેલ એનિમિયા સ્ક્રિનિંગ NCD ચેકઅપ,ઓર્ગન ડોનેશન અને બ્લડ ડોનેશન સંદર્ભે જનજાગૃતિ હાથ ધરવામાં આવશે તથા સાર્વત્રિક રસીકરણ જેવા કાર્યક્રમો હાથ ધરાશે.
