Sabarkantha News: રાજ્યમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે સારો વરસાદ થયો છે. ત્યારે સાબરકાંઠાના વડાલીમાં ભર ચોમાસે પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. છેલ્લા 10 દિવસથી વડાલી શહેરમાં પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓ નગરપાલિકામાં પહોંચી હતી અને હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતાં. પાણીનો વિરોધ કરવા આવેલી મહિલાઓ રણચંડી બનતાં અધિકારીઓ પણ રવાના થઈ ગયા હતાં.
100 ટકા વરસાદ છતાં પાણી માટે વિલાપ
રાજ્યમાં 100 ટકા વરસાદ થયો હોવા છતાં પણ સાબરકાંઠાના વડાલીમાં ભર ચોમાસે છેલ્લા 10 દિવસથી લોકોને પાણી નથી મળ્યું. પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓ નગરપાલિકામાં પહોંચી હતી. મહિલાઓ નગરપાલિકાના બહાર હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતાં. પાણી માટે પાલિકાના સત્તાધિશો સામે રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ રોડ પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. પાણી નહીં મળે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી. પાણીની સમસ્યા વચ્ચે મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
મહિલાઓનું દુર્ગા સ્વરૂપ
ઉલ્લેખનીય છે કે વડાલીમાં મહિલાઓ પાણી માટે વિરોધ કરવા આવી ત્યારે અધિકારીઓ ઓફિસમાંથી ગાયબ થઈ ગયા હતાં. પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિતના જવાબદાર અધિકારીઓ પાલિકા છોડીને પલાયન થઈ ગયા હતાં. મહિલાઓનો વિરોધ ઉગ્ર બનતાં પોલીસ પણ પહોચી હતી. છેલ્લા 10 દિવસથી પાણી નહીં આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી. મહિલાઓએ રોડ પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
મહિલાઓએ જણાવ્યું હતું કે નગરપાલિકાના અધિકારીઓ ભાગીને જશે ક્યાં, અમે પણ શહેરમાં જ રહેવાના છીએ, બીજે ક્યાંય જવાના નથી. જો પાણીની તે યોગ્ય વ્યવસ્થા નહીં કરી શકે તો અમે ફરીથી અહીં આવીશું. તેઓના ભાગવાથી અમારી સમસ્યાઓનો અંત આવવાનો નથી.
આ પણ વાંચોઃ Sabarkantha News/સાબરકાંઠામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ, સિકંદર લોઢા અને તેમના પુત્ર સામે SIT તપાસ શરૂ
આ પણ વાંચોઃ Sabarkantha News/સાબરકાંઠા જિલ્લામાં છવાયો વરસાદી માહોલ ,ઉપરવાસમાં વરસાદને લઈને જળાશયોમાં પાણી
આ પણ વાંચોઃ Sabarkantha News/સાબરકાંઠાઃ યુવાનને પૈસાની લાલચ આપી ટાર્ગેટ પૂરો કર્યો, આરોગ્ય વિભાગનું નસબંધી કૌભાંડ
