Junagadh News : આપ નેતા પ્રવીણ રામ ઘેડની પીડા અને વેદનાને ઉજાગર કરવા માટે 14 દિવસની પદયાત્રા કરી રહ્યા છે. ઘેડના પાદરડી ગામે આપ નેતા પ્રવીણ રામે જીવના જોખમે તંત્ર સામે આક્ષેપો કર્યા છે. પાદરડી ગામે નદી પરથી 2 વર્ષ પહેલા પુલ તૂટી જતા ખેડૂતોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ અધિકારી કે નેતા 2 વર્ષથી આ પુલને રિપેરના કરવા આવ્યા નથી. જેમના કારણે ખેડૂતોએ મજબૂરીમાં પોતે નદી પસાર કરવા માટે નદીની બને બાજુ વાયર બાંધી એમાં ટાયર ઉપર જીવન જોખમે નદી પસાર કરતા હતા.
આ ખબર પડતા આપનેતા પ્રવીણ રામ પદયાત્રા દરમ્યાન સીધા એ સ્થળ પર પહોંચ્યા હતા. આપ નેતા પ્રવીણ રામે સ્થળ પર પહોંચી પોતે જીવના જોખમે ટાયર ઉપર નદી પસાર કરીને અધિકારીઓને અને તંત્રને આડેહાથ લીધા હતા.દેશ આઝાદ થયાને આટલા વર્ષો પછી પણ મહિલાઓ નાના બાળકોને લઈને તેમજ ઘાસચારાની ભારીઓ લઈને આ રીતે જીવના જોખમે નદી પસાર કરવી પડે છે, એમ પ્રવીણ રામે કહ્યું હતું.. દેશ આઝાદ થયાને વર્ષો વીત્યા પછી ગુજરાતની આ હાલત હોવાનું પ્રવીણ રામે ઉમેર્યું હતું.
તંત્રએ તત્કાલિક આ પુલનું કામ ના કર્યું અને ખેડૂતોને આ રીતે નદી પસાર કરવામાં કઈ પણ થયું તો અધિકારીઓને કોર્ટના દરવાજે ઢસડી જવાની તેમજ ઓફિસે જઈ જવાબદાર અધિકારીઓ સામે મોરેમોરો મારવાની આપ નેતા પ્રવીણ રામે ચીમકી ઉચ્ચારી છે. તે સિવાય આજ રોજ ગોપાલભાઈ ઇટાલિયા પદયાત્રામાં જોડાઈ રહ્યા છે અને બાલાગામ ખાતે સભાને પણ સંબોધશે.
આ પણ વાંચો:ઈઝરાયલમાં ફસાયેલી અભિનેત્રી ‘નુસરત ભરુચા’ને લઈને આવ્યું મોટું અપડેટ
