Not Set/ વડોદરામાં બિલ્ડરના ત્રાસથી કંટાળી એક યુવકે જીવન ટૂંકાવ્યું

વડોદરામાં બિલ્ડરના ત્રાસથી કંટાળી ને એક  40 વર્ષીય યુવકે મોતને વ્હાલુ કર્યુ છે. ગોત્રી વિસ્તારમાં આવેલ ક્રીસ્ટલ પ્રમુખ ફ્લેટ સમાર કામ રાખ્યા બાદ બિલ્ડરે પઝેશન ન આપતા ગણેશ નામના શખ્સને બેંકનો હપ્તો અને મકાનનુ ભાડુ મળીને કુલ  4 લાખ 77 હજારનુ દેવુ થઇ ગયુ હતુ. જેથી બિલ્ડરના ત્રાસથી કંટાળીને આખરે ગણેશે પોતાના જ ઘરમાં પંખે […]

Uncategorized

વડોદરામાં બિલ્ડરના ત્રાસથી કંટાળી ને એક  40 વર્ષીય યુવકે મોતને વ્હાલુ કર્યુ છે. ગોત્રી વિસ્તારમાં આવેલ ક્રીસ્ટલ પ્રમુખ ફ્લેટ સમાર કામ રાખ્યા બાદ બિલ્ડરે પઝેશન ન આપતા ગણેશ નામના શખ્સને બેંકનો હપ્તો અને મકાનનુ ભાડુ મળીને કુલ  4 લાખ 77 હજારનુ દેવુ થઇ ગયુ હતુ. જેથી બિલ્ડરના ત્રાસથી કંટાળીને આખરે ગણેશે પોતાના જ ઘરમાં પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ઘરના મોભીની આત્મહત્યાથી આ પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે. તો ગણેશના પાડોશીઓ એ પણ બિલ્ડર પર આક્ષેપો કર્યા હતા.. આ બનાવને પગલે ક્રિસ્ટલ પ્રમુખ ફ્લેટસનાં તમામ રહીશોમાં દુઃખની લાગણી ની સાથે બિલ્ડર સામે પણ આક્રોશ વ્યાપ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ રીતે લોકો ને હેરાન કરનારા બિલ્ડર સામે પોલીસ શું કાર્યવાહી કરે છે.