Ahmedabad News: અમદાવાદના કૌટુંબિક કંકાસ (Family Dispute) માં થયેલી માથાકૂટમાં ગોળીબાર થતાં સનસનાટી મચી ગઈ છે. તેમા પણ એક કે બે નહીં પણ ત્રણ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ આખી સનસનાટીભરી ઘટના અમદાવાદના થલતેજ વિસ્તારમાં બની છે, આ ઘટનામાં કંકાસએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં બનેવીએ બહેનને લેવા આવેલા સગા સાળા પર ફાયરિંગ કર્યું હતું.
આ કૌટુંબિક કંકાસનું કારણ પતિ દ્વારા પત્નીને મારવામાં આવતો માર (Domestic Violence) છે. મળતી વિગત મુજબ પતિ પત્નીને નિયમિત રીતે માર મારતો હતો, જેના કારણે કંટાળીને પત્નીએ આ અંગેની જાણ પોતાના ભાઈને કરી હતી. પરિણામે, ભાઈ તેની બહેનને સાસરીમાંથી પોતાના ઘરે પાછી લઈ જવા માટે થલતેજ પહોંચ્યો હતો, તેના પછી સાળા અને બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બનેવીએ આવેશમાં આવીને સાળા પર ગોળીઓ ચલાવતા ફાયરિંગ કર્યુ હતું.
આ આખા પ્રકરણમાં બહેનને લેવા આવેલા ભાઈ અને તેના બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડો (Quarrel) ચાલતો હતો ત્યારે બનેવી મૌલિક ઠક્કરે આવેશમાં આવી જઈને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં બે ગોળીઓ સાળા સુધીરને વાગતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ફાયરિંગના બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ બનાવની જાણ થતાં જ બોડકદેવ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ફાયરિંગના આ બનાવની જાણ થતાં બોડકદેવ પોલીસ પણ ચોંકી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા પારખી બોડકદેવ પોલીસે આ ગંભીર ગુનાના સંદર્ભમાં તાત્કાલિક પગલાં લીધા છે. પોલીસે બનેવી મૌલિક ઠક્કર સહિત બે લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ ગુનો હત્યાના પ્રયાસ (IPCની કલમ 307) અને આર્મ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા અને આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારને કબજે કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પારિવારિક સમસ્યાનું આટલું ગંભીર અને સનસનીખેજ પરિણામ આવતા આ ઘટનાએ ફરી એકવાર સંબંધોની સંવેદનશીલતા પર સવાલ ઉભા કર્યા છે.
આ પણ વાંચો: Ahmedabad News/અમદાવાદમાં સાસરીયાના ત્રાસથી ત્રણ માસના ગર્ભ સાથે મહિલાનો આપઘાત
આ પણ વાંચો: Ahmedabad News/અમદાવાદમાં કુબેરનગરમાં પતિએ પત્નીને જીવતી સળગાવી
આ પણ વાંચો: Ahmedabad News/અમદાવાદમાં સગીરા સાથે ગેંગરેપ : પડોશી યુવકે ઘરે બોલાવી મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
