Ahmedabad News:ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) કડક વલણ અપનાવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયાધીશ વિરુદ્ધ એક પણ પ્રતિકૂળ ટિપ્પણી અથવા તેમની પ્રામાણિકતા પર પ્રશ્ન ઉઠાવવો ફરજિયાત નિવૃત્તિ માટે પૂરતો છે.કોર્ટે સ્પષ્ટ કર્યું કે ન્યાયાધીશ પાસે સંપૂર્ણ પ્રામાણિકતા અને ઉચ્ચ નૈતિક મૂલ્યો હોવા જોઈએ, કારણ કે તે જાહેર વિશ્વાસનું પદ ધરાવે છે.
આ ટિપ્પણી મંગળવારે ન્યાયાધીશ એ.એસ. સુપેહિયા અને એલ.એસ. પીરઝાદાની ડિવિઝન બેન્ચે જે.કે. આચાર્યની અરજી ફગાવી દેતા કરી હતી, જેમને 2016 માં 18 સેશન્સ જજો સાથે ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા હતા.
કોર્ટે જણાવ્યું હતું કે ફરજિયાત નિવૃત્તિ એ સજા નથી પરંતુ જાહેર હિતમાં લેવાયેલો નિર્ણય છે. તેના માટે ન્યાયાધીશને કારણ બતાવો નોટિસ જારી કરવાની પણ જરૂર નથી. આચાર્યએ હાઇકોર્ટના 2016 ના પૂર્ણ અદાલતના નિર્ણયને પડકાર્યો હતો, જેણે તેમની નિવૃત્તિનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો:હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસને વેચી દીધુઃ રેશ્મા પટેલ
આ પણ વાંચો:ધરપકડનું વોરંટ નીકળતા હાર્દિક પટેલના બદલાયા તેવર
આ પણ વાંચો:બે દિવસમાં કોર્ટે બીજું વોરંટ જારી કર્યું, નિકોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો
