Entertainment News/ ઝુબીન ગર્ગની મૃત્યુ પછી, બેન્ડમેટ્સે મેનેજર અને આયોજક પર ઝેર આપવાનો લગાવ્યો આરોપ

ઝુબીન ગર્ગ મૃત્યુ કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. ગાયિકાના બેન્ડમેટ્સે મેનેજર અને આયોજક પર ઝુબીન ગર્ગને ઝેર આપવાનો આરોપ લગાવ્યો છે.

Trending Entertainment
Zubin Garg's bandmates made a revelation

પ્રખ્યાત ગાયિકા ઝુબીન ગર્ગના મૃત્યુનું રહસ્ય હજુ પણ ખુલ્યુ નથી. 19 સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે તેમના મૃત્યુ બાદ દરેકને આઘાત લાગ્યો હતો. હવે ઝુબિનના મૃત્યુના કેસમાં એક નવો ખુલાસો થયો છે. તેમના બેન્ડમેટ શેખર જ્યોતિ ગોસ્વામીએ ગંભીર આરોપ લગાવ્યા છે કે ઝુબીનના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ફેસ્ટના આયોજક શ્યામકાનુ મહંતે તેમને ઝેર આપીને મારી નાખ્યા હતા અને તેને અકસ્માત જેવું દેખાડવાનું કાવતરું ઘડ્યું હતું.

શુ છે આરોપ
ગોસ્વામીએ જણાવ્યું કે શર્મા તેમની સાથે સિંગાપોરની પેન પેસિફિક હોટેલમાં રોકાયા હતા. યાટ ટ્રીપ દરમિયાન, મેનેજરે કેપ્ટન પાસેથી બળજબરીથી યાટનો નિયંત્રણ લઈ લીધો, જેના કારણે તે સમુદ્રમાં ખતરનાક રીતે હલવા લાગી, જેના કારણે દરેકના જીવ જોખમમાં મુકાયા હતા. ગોસ્વામીએ દાવો કર્યો હતો કે શર્માએ આસામ એસોસિએશન (સિંગાપોર) ના સભ્ય તન્મય ફુકનને પીવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું. તેમણે કહ્યું કે ઝુબીનને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને તે ડૂબવાની અણી પર હતા, ત્યારે મેનેજરે બૂમ પાડી, “જાબો દે જાબો દે,( જવા દો, જવા)

ગોસ્વામીએ કહ્યું કે ઝુબિનને તરતા આવડતુ હતુ એ એક તાલીમ પામેલ તરવૈયો હતો અને તેણે પોતે શર્માને તરવાનું શીખવ્યું હતું. તેથી, તેનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોય તે અશક્ય છે. તેમણે આરોપ લગાવ્યો કે શર્મા અને મહંતે ઝુબિનને ઝેર આપ્યું અને કાવતરું છુપાવવા માટે સિંગાપોરનું સ્થાન પસંદ કર્યું.

______________________________________________________________________________________________________

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Entertainment News/બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને પાંચ વર્ષ પછી NCB દ્વારા પાસપોર્ટ પાછો આપવામાં આવ્યો

આ પણ વાંચો: Mumbai News/વિડીયો ગેમ રમતી અક્ષયકુમારની દિકરી પાસે એક વ્યક્તિએ અશ્લીલ તસવીરો માંગવાનું શરૂ કર્યું

આ પણ વાંચો: Entertainment News/મેં તેમને માનવ માંસ ખવડાવ્યું… મહેશ ભટ્ટને એક તાંત્રિકે સલાહ, એક ફાઇનાન્સરને વશ કરવા માટે છેતર્યા