પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 29મી જૂને પીએમ મોદી રાજકોટની મુલાકાતે આવવાના છે…..ત્યારે શહેરમાં ભાજપના કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ કરવામા આવી રહી છે…શહેરમાં ઠેક ઠેર મોદીના આગમનને લઈને પોસ્ટર લગાવવામા આવ્યા છે..તો બીજી તરફ સભા સ્થળે સર્જીકલ સ્ટ્રાઈક સહિત નર્મદાનીરના વધામણા અંગેના સેટ પણ તૈયાર કરવામા આવ્યા છે…આ સાથેજ શહેરમાં અવનવા રંગોથી સજ્જ જાતજાતની ડિઝાઈનો પણ તૈયાર કરવામા આવી છે…તેમજ શહેરના અનેક સ્થળે રોશની કરી શહેરને દુલ્હનની જેમ સજાવવામા આવ્યું છે…મહત્વનું છે કે પીએમ મોદી રેસકોર્ષ ખાતે સભાને સંબોધન પણ કરવાના છે..સાથેજ રોડ શૉ પણ કરવાના છે…જેને લઈને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે…
રાજ્ય ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ સોમવારે મહત્મા મંદિરની મુલાકાત લઈને સુરક્ષાની સમીક્ષા કરી હતી….ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 જૂનથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે…. જેમાં રાજકોટ અમદાવાદ અને દાહોદનો પ્રવાસ કરવાના છે….જેમાં વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે…. આ સાથે ગાંધીનગર ખાતે ટેક્સટાઇલ એક્ઝીબિશન 2017ને ખુલ્લું મુકવામાં આવનાર છે…. જેમાં 130 દેશના પ્રતિનિધિ હાજર રહેવાના છે…. અને સમગ્ર રાજ્યમાંથી 5000 ટેક્સટાઇલ ના ધંધા સાથે જોડાયેલા લોકો હાજર રહેવાના છે..
