પહેલી જુલાઈથી GSTનું અમલીકરણ થવા જઈ રહ્યું છે. પરંતુ અનેક વેપારીઓ જીએસટીનો વિરોધ કરી રહ્યા છે.ત્યારે દેશભરના કાપડ એસોસીએશન દ્વારા 27 જૂનથી ૩ દિવસ સુધી હડતાળ પાળવાનો નિર્ણય કર્યો છે.કાપડના વેપારીઓએ સંપૂર્ણ કામગીરી બંધ રાખીને સરકારની નીતિઓનો વિરોધ શરુ કર્યો છે… માત્ર કાપડ બજાર નહી, પરંતુ ધંધા વ્યવસાયના તમામ તબક્કાના નાના મોટા વેપારીઓએ GSTથી ધંધા પર પડનારા નકારાત્મક અસરને લઈને આવાજ બુલંદ કરી રહ્યા છે…બજાર બંધ રહેવાથી ગુજરાતના 2 લાખ જેટલા વેપારીઓને આશરે ૩૫૦૦ કરોડ રૂપિયાનો પ્રતિ દિન નુકશાન થઇ શકે છે.. GST માટે ઓનલાઈન રજીસ્ટર કરવામાં મુશ્કેલી પડતા વેપારી વર્ગમાં હતાશા અને રોષની લાગણી પ્રસરી છે.. કાપડ બજાર દ્વારા બંધ રહેવાના કારણે કરોડોનો વેપાર ખોરવાઈ જશે.જો કે હવે વેપારીઓ ચિંતા છે કે સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે અને જીએસટી લાગુ પડી જશે તો તેમને નુકસાનીનો સામનો કરવો પડી શકે છે..આથી જ એકાએક બંધના એલાન સામે કેટલાક વેપારીઓમાં નારાજગી પણ જોવા મળી છે
Not Set/
GST બીલ નો અમલ પહેલા જ વિરોધ
પહેલી જુલાઈથી GSTનું અમલીકરણ થવા જઈ રહ્યું છે. પરંતુ અનેક વેપારીઓ જીએસટીનો વિરોધ કરી રહ્યા છે.ત્યારે દેશભરના કાપડ એસોસીએશન દ્વારા 27 જૂનથી ૩ દિવસ સુધી હડતાળ પાળવાનો નિર્ણય કર્યો છે.કાપડના વેપારીઓએ સંપૂર્ણ કામગીરી બંધ રાખીને સરકારની નીતિઓનો વિરોધ શરુ કર્યો છે… માત્ર કાપડ બજાર નહી, પરંતુ ધંધા વ્યવસાયના તમામ તબક્કાના નાના મોટા વેપારીઓએ GSTથી ધંધા […]
