Ahmedabad News/ અમદાવાદ: MP-રાજસ્થાનમાં ઝેરી કફ સિરપને લઈ ડોકટર સામે કાર્યવાહીથી ડોક્ટરો નારાજ

મધ્યપ્રદેશ અને રાજસ્થાનના છીંદવાડામાં ડોક્ટર સામે કાર્યવાહીથી અમદાવાદમાં પણ ડોક્ટરો નારાજ થઈ ગયા છે. તેઓએ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પત્ર લખ્યો છે. તેમણે ડોક્ટર સામે બોલાવવામાં આવેલી તવાઈને અયોગ્ય ગણાવી હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:  મધ્યપ્રદેશ અને રાજસ્થાનના છીંદવાડામાં ડોક્ટર સામે કાર્યવાહીથી અમદાવાદમાં પણ ડોક્ટરો નારાજ થઈ ગયા છે. તેઓએ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પત્ર લખ્યો છે. તેમણે ડોક્ટર સામે બોલાવવામાં આવેલી તવાઈને અયોગ્ય ગણાવી હતી.

તેઓની દલીલ છે કે ડોક્ટરો ફાર્મા કંપની કે દવાને માન્યતા નથી આપતા, તે દર્દીને સાજા કરવા માટે દવા આપે છે. દવાની ગુણવત્તા ઉતરતા સ્તરની હોય તેના માટે ડોક્ટર કઈ રીતે જવાબદાર ગણાય. તેના માટે તે ફાર્માસ્યુટિકલ કંપની સામે પગલાં લેવાવા જોઈએ.

આઇએમએએ જણાવ્યું હતું કે લોકો પ્રિસ્ક્રિપ્શન વગર પણ દવા ખરીદે છે. દેશમાં કેટલાય લોકો મેડિકલ સિરપ વગર દવા ખરીદે છે. તેના વિશે કોઈ કશું બોલતું નથી. ડોક્ટરો બાળકના આરોગ્યની ચકાસણી કરીને સિરપ લખી આપે છે. હવે દવાની ગુણવત્તા હલકી હોય તો તેમા ડોક્ટરો બલિનો બકરો ન બનાવી શકાય.

વાસ્તવમાં આ દવા નિયંત્રણ કરતી ઓથોરિટીનો ગેરવહીવટ છે. તે દવા નિયંત્રણ યોગ્ય રીતે કરવામાં નિષ્ફળ જતા આ દુર્ઘટના બની છે. જો તેણે આવી દવાઓ બજારમાં આવવા જ દીધી ન હોત અને તેના સ્ટોકને ચકાસીને અમાન્ય ઠેરવ્યો હોત તો આ સ્થિતિ આવી જ ન હોત. ડોક્ટરોને બલિના બકરા બનાવવાથી કશું જ નહીં થાય. ખરા ગુનેગારોને પકડવામાં આવે તે જરૂરી છે.

એમપીમાં બનેલા ઝેરી કફસિરપ કાંડમાં મોટો ખુલાસો થયો છે. આ બંને ઘટનામાં કફસિરપનું ઉત્પાદન ગુજરાતમાં થતું હોવાનું જાણવા મળ્યું છે. કફસિરપમાં ઝેરી કેમિકલ DEG હોવાનું પુરવાર થયું છે. બંને કંપનીઓ ગુજરાતની છે. બંને દવાનું ઉત્પાદન પણ ગુજરાતમાં થયું છે.

બંને કંપનીના નામ શેષ ફાર્મા અને રેડનેક્સ ફાર્મા છે.  આ કંપનીની ફેક્આટરીઓ બાવળા રોડ પર આવેલી છે. અમદાવાદ ગ્રામ્યમાં અનેક ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓ ધમધમે છે. આરોગ્ય ખાતાએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ઘટનામાં ઝેરી કફસિરપ બનાવવાનું પગેરું ગુજરાતમાં નીકળ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બે દિવસ પહેલા જાહેરાત કરી હતી કે ગુજરાતમાં કફ સિરપ કંપનીઓનું નિરીક્ષણ કરવામાં આવશે. ગુજરાત સરકારે આશરે 529 કફ સિરપ ઉત્પાદકોનું નિરીક્ષણ કર્યું છે અને ગુજરાતમાં બાળકોને કફ સિરપ કેવી રીતે આપવું તે અંગે માર્ગદર્શન પૂરું પાડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  Ahmedabad News/મ.પ્ર. અને રાજસ્થાનમાં થયેલા ઝેરી સિરપ કાંડમાં કાચો માલ ગુજરાતની કંપનીનો

આ પણ વાંચો: Kheda News/ખેડામાં આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારા બાદ કૌભાંડની આશંકા

આ પણ વાંચો: Junagadh News/આજથી સાસણ જંગલ સફારીનો પ્રારંભ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણ ગીરની મુલાકાતે આવશે