Surendranagar News : સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કારમાં સવાર ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે.તે સિવાય એક વ્યક્તિ ગંભીરપણે ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
પોલીસ-108નો કાફલો ઘટનાસ્થળે
ઘટના અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર આવેલા ઝેઝરી ગામ નજીક ડમ્પર અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ચાર મહિલાઓના મોત થયા છે. સ્થાનિકોએ જાણ કરતાં બજાણા પોલીસ અને 108નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.આ અકસ્માતની ઘટનામાં અલટ્રોજ કાર માલવણથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી,
જ્યારે સામે સુરેન્દ્રનગરથી માલવણ તરફ માંતેલા સાંઢની માફક પુરઝડપે આવતા ડમ્પર સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર લખતર તાલુકાના ડેરવાળા ગામની ચાર ક્ષત્રિય મહિલાઓના સારવાર મળે એ પહેલા જ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ગોઝારા અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા.
આ પણ વાંચો:બનાસકાંઠા ધાનેરા-નેનાવા બોર્ડર પર ટ્રકમાંથી લાખોનો દારૂ ઝડપાયો
આ પણ વાંચો:બનાસકાંઠા: કાંકરેજના થળી જાગીર મઠના કેસમાં મહંતની તરફેણમાં આવ્યો ચુકાદો
