Diwali special/ દિવાળીના પર્વ પર માર્કેટમાં સ્વદેશીની જગ્યાએ ચાઈનીઝ લાઇટોની બોલબાલા

આ દિવાળીમાં પોતાના ઘરને તેમજ ઓફિસને પ્રકાશિત કરવા માટે બજારોમાં 50 રૂપિયાથી લઈને 10,000 સુધીની વિવિધ વેરાયટીની રંગબેરંગી લાઈટ હોલસેલ તેમજ રિટેલ ભાવમાં મળે છે…

Gujarat Trending

દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે…  ત્યારે અમદાવાદમાં આવેલ ચાઇના માર્કેટમાં અવનવા પ્રકારની લાઇટો વેચાણ માટે આવી ગઈ છે… એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશી અપનાવવા માટે ભાર મૂકે છે… ત્યારે બીજી બાજુ બજારોમાં ચાઈનીઝ લાઇટોની બોલબાલા છે… માર્કેટમાં હેંગિંગ લાઇટ, પરદા સિરીઝ, તૈયાર તોરણ લાઈટ, ફૂલો વાડી લાઈટ, બલ્બ વાળી લાઈટ,  લાઈટ વાળા ઝાડ તેમજ ચાઈનીઝ માટીના દીવડા,  પાણીથી ચાલતા ચાઈનીઝ માટીના દીવડા તેમજ ફોગ મશીન જે પાણીમાંથી ધુમાડા કાઢે આ બધી જ નવી વેરાયટી જોવા મળે છે…

ભાવમાં સ્વદેશી કરતા ઓછી કિંમત હોવાના કારણે થઈને લોકોમાં ઘરની સજાવટ માટે રંગબેરંગી લાઈટનો વધારે ક્રેઝ જોવા મળી રહ્યો છે…. આ દિવાળીમાં પોતાના ઘરને તેમજ ઓફિસને પ્રકાશિત કરવા માટે બજારોમાં 50 રૂપિયાથી લઈને 10,000 સુધીની વિવિધ વેરાયટીની રંગબેરંગી લાઈટ હોલસેલ તેમજ રિટેલ ભાવમાં મળે છે… આ વર્ષે સિંગલ ગોલ્ડન વાઈટ લાઈટની વધારે ડિમાન્ડ છે… કારણ કે રાત્રિના અંધારામાં તે ખૂબ જ સુંદર લાગે છે….

દિવાળીના (Diwali) પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અમદાવાદ શહેરમાં માર્કેટમાં અવનવા પ્રકારની લાઇટો વેચાણ માટે આવી ગઈ છે એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશી અપનાવવા માટે ભાર મૂકે છે ત્યારે બીજી બાજુ બજારોમાં ચાઈનીઝ લાઇટોની (Chinese Lights) બોલબાલા છે ભાવમાં સ્વદેશી કરતા ઓછી કિંમત હોવાના કારણે થઈને લોકોમાં ઘરની સજાવટ માટે રંગબેરંગી લાઈટનો વધારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.. આ દિવાળીમાં પોતાના ઘરને તેમજ ઓફિસને પ્રકાશિત કરવા માટે બજારોમાં 50 રૂપિયા થી લઈને 10,000 સુધીની વિવિધ વેરાયટી ની રંગબેરંગી લાઈટ હોલસેલ તેમજ રિટેલ ભાવમાં મળે છે આ વર્ષે સિંગલ ગોલ્ડન વાઈટ સિરીઝની વધારે ડિમાન્ડ છે. કારણ કે રાત્રિના અંધારામાં તે ખૂબ જ સુંદર લાગે છે.

અમદાવાદમાં આવેલ ચાઇના માર્કેટમાં હેંગિંગ લાઇટ ,દાંડિયા સ્ટીક ,પરદા સિરીઝ, તૈયાર તોરણ લાઈટ, ફૂલો વાડી ,બલ્બ વાળી , લાઈટ વાળા ઝાડ તેમજ ચાઈનીઝ માટીના દીવડા , પાણીથી ચાલતા ચાઈનીઝ માટીના દીવડા તેમજ ફોગ મશીન જે પાણીમાંથી ધુમાડા કાઢે આ વધી જ નવી વેરાયટી જોવા મળે છે

અમદાવાદમાં દિવાળીની ખરીદી કરતા લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે આ ચાઈનીઝ વસ્તુઓ કેમ વધારે પ્રમાણમાં ખરીદો છો ત્યારે તેઓએ જણાવ્યું કે સ્વદેશી વસ્તુઓ મોંઘી હોય છે અને તેનું ફિનિશિંગ બરાબર હોતું નથી જ્યારે ચાઈનીઝ વસ્તુઓ દેખાવમાં અતિ સુંદર ભાવમાં રિઝનેબલ તેમજ ઘરમાં જ્યારે ડેકોરેશન માટે મૂકીએ ત્યારે કોઇપણ વ્યક્તિને આકર્ષક લાગે તે પ્રમાણેની હોય છે તેના કારણે થઈને આ ચાઈનીઝ લાઈટો વધારે ક્રેઝમાં ચાલી રહી છે તેમજ રીટેલ અને હોલસેલ માર્કેટમાં આ લાઇટિંગ ની વસ્તુઓ ભાવમાં સારી એવી પડે છે તેમજ આમાં 500થી પણ વધારે વેરાઈટી હોવાના કારણે થઈને પસંદગી નો અવકાશ રહેતો નથી એક ના ગમે તો બીજી તો ગમી જ જાય..

અમદાવાદમાં લાઇટિંગ માર્કેટ ના વેપારીઓએ જણાવ્યું કે ડિઝાઇન વાળી ડેકોરેશન લાઇટિંગ નો વેપાર કરવો સરળ છે દિવાળીના પર્વમાં લોકો પોતાના ઘર અને ઓફિસને ડેકોરેટ કરવા માટે થઈને અવનવી ડિઝાઈનવાળી લાઇટિંગની માંગ કરે છે આ ધંધામાં નુકસાનનો અવકાશ નથી તેમ જ ગ્રાહકોને ચાઈનીઝ વસ્તુઓ સ્વદેશી કરતા વધારે આકર્ષક લાગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જુનાગઢ: ફટાકડાના ગેરકાયદે વેચાણ પર પોલીસ ત્રાટકી

આ પણ વાંચો:અમરોલી પોલીસે પાંચ ફલેટમાંથી વિસ્ફોટક ફટાકડાનો જથ્થો કબજે કરાયો, બેની ધરપકડ

આ પણ વાંચો:લખનૌમાં એક ઘરમાં ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 3 લોકોના મોત; ઘણાની હાલત ગંભીર