Gandhinagar News: ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની પ્રક્રિયાને પ્રારંભ થઈ ચૂક્યો છે. કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તેને ટેલિફોનિક સૂચના પણ આપી દેવામાં આવી છે. સીએમ ભુપેન્દ્ર પટેલ પોતે ફોન કરીને સૂચના આપી હતી. આમ પ્રધાનમંડળમાં સ્થાન મેળવનારા કુંવરજી બાવળિયા ફરીથી કેબિનેટમાં સ્થાન પામ્યા છે.
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાત સરકારમાં પાણી પુરવઠા, જળ સંસાધન, ખાદ્ય નાગરિક પુરવઠા, પશુપાલન, ગ્રામીણ ગૃહનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી હતા. ગુજરાતના સંસદ સભ્યના કન્વીનર, અખિલ ભારતીય કોળી સમાજ, નવી દિલ્હીના પ્રમુખ. તેઓ ગુજરાતની કોળી જાતિના છે. સરકારમાં કેબિનેટ મંત્રીપદમાંથી બાકાત રાખવામાં આવ્યા, ત્યારે રાજકોટ જિલ્લામાં કોળી સમુદાયના લોકોએ તેમને મંત્રી બનાવવા માટે વિરોધ કર્યો હતો.
બાવળિયા પાસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએસસી અને બીએડ ડિગ્રી છે . રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ વ્યવસાયે ખેડૂત હતા. તેઓ ભાજપમાં જોડાયા અગાઉ કોંગ્રેસમાં હતા. કોળી સમાજ પર તેમનું જબરદસ્ત પ્રભુત્વ હોવાનુ મનાય છે.
આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો
આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા
આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ
