Gandhinagar News: ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની પ્રક્રિયાને પ્રારંભ થઈ ચૂક્યો છે. બધાના આશ્ચર્ય વચ્ચે કનુભાઈ દેસાઈને નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તેમને ટેલિફોનિક સૂચના પણ આપી દેવામાં આવી છે. સીએમ ભુપેન્દ્ર પટેલ પોતે ફોન કરીને સૂચના આપી હતી. આમ પ્રધાનમંડળમાં સ્થાન મેળવનારા કનુભાઈ ફરીથી કેબિનેટમાં સ્થાન પામ્યા છે. આમ કનુભાઈએ રાજકીય સમીક્ષકોને ફરીથી ખોટા પાડ્યા છે.
વલસાડ જિલ્લાની પારડી બેઠક પર કનુ દેસાઈએ જીતની હેટ્રિક લગાવી છે. તેઓ આ બેઠક પર 2012થી સતત ચૂંટાતા આવ્યા છે. 2012માં કનુભાઈ દેસાઈએ 37 હજાર 311ની લીડથી, 2017માં 52 હજાર 86 મતની લીડથી અને 2022માં 97 હજાર 164 મતની લીડથી વિજય મેળવ્યો છે.
ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની સરકારમાં વલસાડ જિલ્લામાંથી કનુભાઈ દેસાઈને મંત્રી પદ આપવામાં આવ્યું હતું. કનુભાઈને ઉર્જા અને નાણાં જેવા મહત્વના વિભાગો સોંપવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ સરકાર 1.0.માં કનુભાઈ દેસાઈ પાસે જે ખાતાઓ હતા તે ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0.માં રિપિટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો
આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા
આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ
