Surat News/ સુરતમાં દુઃખદ ઘટના: ડિંડોલીમાં 13 વર્ષના છોકરાનું વીજ કરંટથી મોત

સુરત શહેરના ડિંડોલી વિસ્તારની શિવનગર સોસાયટીમાં આજે એક દુ:ખદ ઘટના બની. 13 વર્ષના છોકરાનું વીજ કરંટ લાગવાથી મોત નીપજતાં પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ.

Gujarat Top Stories Surat Breaking News

Surat News: સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટીમાં આજે એક દુ:ખદ ઘટના બની. 13 વર્ષના છોકરાનું વીજ કરંટ લાગવાથી મોત થયું, જેનાથી પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું. આ ઘટના શ્રીરામ ટી એન્ડ પાન કોલ્ડ ડ્રિંક સેન્ટરમાં બની. મૃતક બાળક, જે માત્ર 13 વર્ષનો હતો, સેન્ટર સાફ કરી રહ્યો હતો. સફાઈ કરતી વખતે તેને અચાનક વીજ કરંટ લાગ્યો.

વીજ કરંટ એટલો ગંભીર હતો કે કિશોર ઘટનાસ્થળે જ બેભાન થઈને પડી ગયો. નજીકના લોકો તાત્કાલિક મદદ માટે દોડી ગયા અને બેભાન બાળકને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો, જેના કારણે પરિવાર આઘાતમાં સરી પડ્યો. વીજ કરંટ લાગવાથી માસૂમ બાળકનું મોત થતાં પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

ઘટનાની માહિતી મળતાં, ડીંડોલી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં પહોંચી ગઈ છે. પોલીસે આ દુ:ખદ ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. ઇલેક્ટ્રિક શોકનું કારણ, વાયરિંગમાં કોઈ ખામી હતી કે કેમ અને આ બેદરકારી માટે કોણ જવાબદાર હતું તે નક્કી કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર ઇલેક્ટ્રિકલ ઉપકરણો અને વાયરિંગ સલામતી અને બાળકોની સલામતીના મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વેરાવળના રબારીવાશમાં વીજ કરંટથી 3 યુવકોના મોત

આ પણ વાંચો:વડોદરાના પાદરામાં 11 વર્ષના કિશોરનું વીજ કરંટથી મોત

આ પણ વાંચો:બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા માતા-પિતા અને પુત્રનું મોત…