Rajkot News/ રાજકોટ મનપાનો પ્રજાલક્ષી નિર્ણય, 1056 આવાસોનું થશે રિનોવેશન

ખાલી પડેલા આવાસો બિસ્માર હાલતમાં હતા અને તેમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હોવાનું સામે આવ્યું હતું

Gujarat Rajkot

Rajkpt News : રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા એક મહત્ત્વપૂર્ણ અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવેલા, પરંતુ છેલ્લા 15 વર્ષથી ખાલી પડેલા 1056 સરકારી આવાસોનું હવે રિનોવેશન કરવામાં આવશે. મનપા આ પ્રોજેક્ટ પાછળ રૂપિયા 16 કરોડ 60 લાખનો ખર્ચ કરશે. આ લાંબા સમયથી ખાલી પડેલા આવાસો બિસ્માર હાલતમાં હતા અને તેમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હોવાનું સામે આવ્યું હતું,

જેના કારણે આસપાસના રહેવાસીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા હતા.રિનોવેશન પૂર્ણ થયા બાદ, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)’ હેઠળ આ તમામ 1056 આવાસને ‘લાભાર્થીઓને ફાળવવામાં આવશે. આ યોજના હેઠળ આ આવાસ જે લોકોની વાર્ષિક આવક રૂપિયા 3 લાખ કે તેનાથી ઓછી છે, તેવા પરિવારોને આપવામાં આવશે. સૌથી રાહતની વાત એ છે કે, આ 1-BHK આવાસ લાભાર્થીઓને માત્ર રૂપિયા 2 લાખના નજીવા દરે આપવામાં આવશે. આનાથી મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને પોતાનું ‘ઘરનું ઘર’ મેળવવાનું સ્વપ્ન સાકાર થશે.

આ રિનોવેશન પ્રોજેક્ટને રાજકોટ મહાનગરપાલિકાએ સમયસર પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા પણ જાહેર કરી છે. મનપા દ્વારા આવતા 10 મહિનામાં આ તમામ 1056 આવાસોને સંપૂર્ણપણે તૈયાર કરીને લાભાર્થીઓને ફાળવવામાં આવશે. આ પ્રોજેક્ટ ફક્ત ગરીબોને આવાસ આપવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ લાંબા સમયથી બંધ પડેલા સરકારી માળખાનો યોગ્ય ઉપયોગ કરવાનો અને શહેરમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો પણ એક સકારાત્મક પ્રયાસ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળના નવા સભ્યોનો પરિચય…

આ પણ વાંચો:નવા મંત્રીઓને કરાઈ ખાતાંની ફાળવણી, જાણો ક્યાં મંત્રીને કયું ખાતું મળ્યું?

આ પણ વાંચો:કેબિનેટ વિસ્તરણઃ પ્રફુલ પાનસેરીયાએ નવા મંત્રીમંડળમાં પણ સ્થાન જાળવ્યું