રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું કે જો અમારા પર અમેરિકન ટોમાહોક મિસાઇલોથી હુમલો કરવામાં આવશે તો અમે તેનો જોરદાર જવાબ આપીશું. પુતિનનું આ નિવેદન અમેરિકા દ્વારા બે રશિયન તેલ કંપનીઓ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ આવ્યું છે.
ટોમાહોક મિસાઇલોથી હુમલો થશે તો જવાબ આપવામાં આવશે
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે, જો યુક્રેનને રશિયાની અંદર સુધી હુમલો કરવા માટે ટોમહોક ક્રૂઝ મિસાઈલ જેવા લાંબી દૂરીના હથિયારો આપવામાં આવ્યા, તો મોસ્કોની પ્રતિક્રિયા “કચડી નાખનારી અને ચોંકાવનારી” હશે. આ સાથે જ, રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવે નવા અમેરિકન પ્રતિબંધોને “રશિયા વિરુદ્ધ યુદ્ધની કાર્યવાહી (Act of War)” ગણાવ્યા છે.
યુએસ પ્રતિબંધોથી તેલના ભાવ વધશે: પુતિન
પુતિને વધુમાં કહ્યું કે રશિયન તેલ પર પ્રતિબંધો પુરવઠામાં ઘટાડો કરશે, જેના કારણે તેલના ભાવમાં વધારો થશે. “મેં આ અંગે ટ્રમ્પ સાથે વાત કરી. તેલ ફક્ત રશિયામાં જ નહીં, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ અને સમગ્ર વિશ્વમાં વધુ મોંઘુ થઈ શકે છે.”
દરમિયાન, યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે યુદ્ધ રોકવામાં રશિયાની ગંભીરતાના અભાવને કારણે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ નિર્ણય યુએસ અધિકારક્ષેત્ર હેઠળની આ કંપનીઓની તમામ સંપત્તિઓ અને હિતોને અસરકારક રીતે અવરોધિત કરે છે.
2 રશિયન કંપનીઓ અને 36 પેટાકંપનીઓ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા
રોઝનેફ્ટ એક રશિયન સરકારી માલિકીની કંપની છે જે તેલ શોધ, શુદ્ધિકરણ અને વેચાણમાં નિષ્ણાત છે. લ્યુકોઇલ એક ખાનગી માલિકીની આંતરરાષ્ટ્રીય કંપની છે. તે રશિયા અને વિદેશમાં તેલ અને ગેસનું સંશોધન અને શુદ્ધિકરણ કરે છે. આ બે કંપનીઓમાં 50% કે તેથી વધુનો પ્રત્યક્ષ કે પરોક્ષ હિસ્સો ધરાવતી 36 પેટાકંપનીઓ પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
આ પણ વાંચો: World News/ટ્રમ્પે રશિયાની બે સૌથી મોટી ક્રૂડ ઓઈલ કંપની પર પ્રતિબંધ મૂક્યો, પુતિન ‘ઈમાનદાર’ ન રહ્યાનો દાવો
આ પણ વાંચો: World News/ભારત પછી હવે અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનનું પાણી રોકશે: કુનાર નદી પર બંધ બાંધ્યો
આ પણ વાંચો: World News/બાંગ્લાદેશમાં પાકિસ્તાનનો ‘ખેલ’, નિશાને ભારત? યુનુસ સરકાર બનાવે છે કટ્ટરપંથી ‘ઇસ્લામિક આર્મી’
