રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કેરેબિયન ક્ષેત્રમાં યુએસ લશ્કરી હાજરીમાં એરક્રાફ્ટ કૈરિયર જૂથ યુએસએસ જેરાલ્ડ ફોર્ડને લેટિન અમેરિકા મોકલવાનો આદેશ આપ્યો. આ પગલું અત્યાર સુધીના કોઈપણ એન્ટી-નાર્કોટિક્સ મિશન કરતાં મોટું માનવામાં આવી રહ્યુ છે. અને આને વોશિંગ્ટનની અત્યાર સુધીની સૌથી શક્તિશાળી લશ્કરી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.
આ તૈનાતી ડોનાલ્ડ ટ્રમ્પની કેરેબિયન ક્ષેત્રમાં લશ્કરી હાજરી વધારવાની યોજનાનો એક ભાગ છે. જેમાં 8 વધારાના યુદ્ધ જહાજો, 1 પરમાણુ સબમરીન અને F-35 ફાઇટર એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. વિશ્લેષકોનું કહેવુ છે કે આ પગલાથી આ ક્ષેત્રમાં અમેરિકાના ઇરાદાઓ અંગે ચિંતા વધી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના યુએસ વહીવટીતંત્રે લાંબા સમયથી નિકોલસ માદુરોના નેતૃત્વ હેઠળની વેનેઝુએલાની સરકાર પર ડ્રગ હેરફેર કરનારાઓને આશ્રય આપવા અને લોકશાહી સંસ્થાઓને નબળી પાડવાનો આરોપ લગાવતા રહ્યા છે.
આ પણ વાંચો: us news/યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના યુદ્ધ સમયના વેનેઝુએલાના સ્થળાંતર કરનારાઓના દેશનિકાલ પર રોક લગાવી
આ પણ વાંચો: World News/વેનેઝુએલામાં ટેકઓફ થયાના થોડા જ સમયમાં ક્રેશ જુઓ ભયાનક, VIDEO
આ પણ વાંચો: us news/ક્યુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલા… ટ્રમ્પે ચાર દેશોમાં તબાહી મચાવી
