Chhota Udepur/ છોટાઉદેપુરના ડોલરિયા ગામે પત્નીના પ્રેમીને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો

લોહીમાં લતપથ મૃતદેહને 100 ફૂટ જેટલો ઢસડી લઈ જઈ તેને ખાડામાં દાટી દીધો…પ્રેમિકાની મુલાકાતે ગયેલા યુવકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો, જ્યારે બીજી તરફ પત્ની અને પતિ બંનેના જીવનમાં અંધકાર છવાઈ જતા માનવીય સંબંધોની કડવી હકીકત ફરી એકવાર બહાર આવી છે

Trending Gujarat
tragic end to a love affair in Chhota Udepur

છોટાઉદેપુરના ડોલરિયા ગામે પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો.. પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને પરિણીત પ્રેમિકાના પતિએ જોઈ લેતા જ ગુસ્સામાં આવી જઈ તિક્ષણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો ત્યાર બાદ લાશને ખાડો ખોદી સંતાડી દેવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામ્યો છે

છોટાઉદેપુર જિલ્લાના ડોલરિયા ગામના ડેરી ફળિયામાં રહેતા સુકલાભાઈ બારિયાની પત્ની સુકલીબેનના નવાગામના યુવક કિશન રાઠવા સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ ચાલતો હતો પત્ની અને પ્રેમી વચ્ચેના આ સંબંધ અંગે બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા.

ગઈકાલે આશરે બે વાગ્યાના અરસામા પ્રેમી કિશન રાઠવા પોતાની પ્રેમિકાને મળવા ડોલરિયા ગામે આવ્યો હતો. તે સમયે સુકલા બારિયાએ પોતાની પત્ની સાથે કિશનને જોઈ જતા ગુસ્સામાં આવી જઈ ત્રિષણ હથિયાર વડે કિશન પર તૂટી પડ્યો હતો સુકલાએ કિશનના માથા, ગળા અને શરીરના અનેક ભાગો પર ઘા ઝીંકી દેતા ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. છતાં કિશનના શરીરમાં હજુ જીવતા સંકેતો દેખાતા સુકલાએ કુહાડી વડે વધુ ઘા મારી તેનુ મોત નિપજાવ્યુ હતુ..

ત્યારબાદ આરોપી સુકલાએ કિશનના ગળામાં ચાદર બાંધી લાશને આશરે 100 મીટર દૂર ખેંચી લઈ જઈ ઘરના પાછળના ડાંગરના ખેતરમાં આવેલ ઉકરડામાં એક ફૂટ જેટલા ઊંડા ખાડામાં દાટી સંતાડી દીધી હતી.

બીજી તરફ કિશન રાઠવા ઘરે પરત ન ફરતા તેના પરિવારજનો ચિંતિત બન્યા હતા. તપાસ હાથ ધરતાં કિશનની બાઈક, ચપલ અને એ.ટી.એમ કાર્ડ ડોલરિયા ગામ નજીક મળી આવ્યા હતા.

ત્યાં આસપાસ લોહીના ખાબોચિયા અને ઘસડાવાના નિશાન દેખાતા પરિવારજનોને શંકા ગઈ હતી. નજીકના ખેતરમાં તપાસ કરતા આરોપીના ઘરના પાછળના ભાગે ઉકરડામાં ઘાસ નીચે ચાદરનો ભાગ દેખાતા કિશનના પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઝોઝ પોલીસ ઘટનાસ્થળે પહોંચી સરકારી પંચની હાજરીમાં લાશ બહાર કાઢી હતી. લાશની ઓળખ કિશન રાઠવા તરીકે થતા પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને આરોપી સુકલા બારિયાને ઝડપી લીધો હતો.

પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરતા સુકલા બારિયાએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે પત્ની સાથેના આડા સંબંધને લઈ મનમાં ગુસ્સો ભરાયો હતો, જેના કારણે ગુસ્સામાં આવી જઈ પત્નીના પ્રેમી કિશનની હત્યા કરી નાખી હતી.

હત્યા બાદ લાશ સંતાડીને તે જાણ બહાર રહે તે માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ કિશન ગુમ થતા જ પરિવારજનોની તપાસથી આખી હકીકત બહાર આવી ગઈ હતી.

પ્રેમ સંબંધને લઈ બનેલી આ ઘટનાએ ડોલરિયા ગામ સહિત છોટાઉદેપુર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. એક તરફ પ્રેમિકાની મુલાકાતે ગયેલા યુવકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો, જ્યારે બીજી તરફ પત્ની અને પતિ બંનેના જીવનમાં અંધકાર છવાઈ ગયો છે.

પ્રેમ પ્રકરણના આ કરુણ અંજામ છોટાઉદેપુર જિલ્લામાં માનવીય સંબંધોની કડવી હકીકત ફરી એકવાર બહાર આવી છે.

સુલેમાન ખત્રી, છોટાઉદેપુર.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મધ્યપ્રદેશથી સારવાર અર્થે વડોદરા લઇ ગયેલા દર્દી બોડેલી રજડતી હાલતમા જોવા મળ્યો

આ પણ વાંચો: અંકલેશ્વરમાં કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા અસંખ્ય માછલીના મોત

આ પણ વાંચો: જામનગર માસુમ બાળકીને ખોળામાં બેસાડી આધેડે તમામ હદ વટાવી