Jamnagar News/ જામનગરમાં માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના, જોઇને રૂંવાડે રૂંવાડે આગ લાગી જશે

બાળકી પણ તુરંત જ તેની પાસેથી છટકીને તે યુવક સાથે ભાગી છુટી હતી

Gujarat Others

Jamnagar News : જામનગરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં રસ્તે પસાર થઇ રહેલા એક વૃદ્ધ ભિખારી દ્વારા બે બાળકો પૈકી બાળકોની છેડતી કરવામાં આવી હતી. બાળકીને કોઇ ચોકલેટ જેવી વસ્તુની લાલચ આપીને બાળકીને ખોળામાં બેસાડી હતી. ત્યાર બાદ તેની સાથે અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો. જો કે બાળકી સાથે રહેલા બાળકને તેના ઇરાદા ખબર પડતા તેણે તેને હાથ પકડીને ખેંચી હતી.

જો કે તે વૃદ્ધ કોઇ પણ રીતે બાળકીને છોડવા માટે તૈયાર નહોતો તેવી સ્થિતિમાં બાળકે બુમાબુમ કરતા આસપાસ રહેલા એક વ્યક્તિ દ્વારા બાળકીને છોડાવવામાં આવી હતી. જો કે બેશરમ વૃદ્ધે તે યુવકે પણ બાળકીને ખેંચી તો તેને છોડવામાં આનાકાની કરવા લાગ્યો હતો. પરંતુ તે યુવકે બહાદુરી પુર્વક તેને ધમકાવીને બાળકીને છોડીવી લીધી હતી. બાળકી પણ તુરંત જ તેની પાસેથી છટકીને તે યુવક સાથે ભાગી છુટી હતી.

સમગ્ર મામલે સીસીટીવી વાયરલ થતા ચકચાર મચી ગઇ છે.જામનગરમાં શર્મજનક ઘટનાનો CCTV વિડીયો વાયરલ થઇ રહ્યા છે. જાહેર માર્ગ પર વૃદ્ધે બાળકી સાથે અશ્લીલ હરકત કરી હતી. જામનગર શહેરના અપના બજાર વિસ્તાર પાસેની ઘટના પ્રકાશમાં આવતા જ ચકચાર મચી ગઇ છે.

બાળકીને ખોળામાં બેસાડી વૃદ્ધ અશ્લીલ હરકત રહ્યો કરી રહ્યાનો વીડિયો હાલ તો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. રસ્તા પર પસાર થતાં વ્યક્તિએ બાળકીને વૃદ્ધના ચુંગાલમાંથી છોડાવી હતી. જો કે હજી સુધી પોલીસે આ મામલે કોઇ કાર્યવાહી કરી નથી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

આ પણ વાંચો:અંબાલાલ ફરીથી ત્રાટક્યા, નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદ ગુજરાતને ભીંજવશે

આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદની કરાઇ આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ