Bhavnagar News: ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી (Jitu Vaghani) પુનઃ કેબિનેટ મંત્રી બનતા સમગ્ર ભાવનગર શહેર (Bhavnagar) અને જિલ્લામાં ઉત્સાહનો માહોલ છવાયો છે. આ ખુશીના પગલે ઠેર ઠેર તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેમના માદરે વતન નાના સુરકા ગામે ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંત્રીએ માતૃભૂમિને શીશ નમાવીને પ્રણામ કર્યા બાદ ગામના વિવિધ મંદિરોમાં દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા

કેબિનેટ મંત્રી (Cabinet Minister) જીતુ વાઘાણી નાના સુરકા ગામે પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે માતૃભૂમિને શીશ નમાવીને પ્રણામ કર્યા બાદ ગામના નાના-મોટા મંદિરોમાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે નાના સુરકા ગામના ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો.

સન્માન સમારોહમાં સાંસદ નિમુબેન બાંભણીયા, (Nimuben Bahmaniya) ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિત વિવિધ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બહેન-દીકરીઓ દ્વારા મંત્રીને કુમકુમ તિલક કરીને ઘોડા પર સવાર કરાવી સન્માન સમારોહ સ્થળે લઈ જવામાં આવ્યા

ગામની બહેન દીકરીઓ દ્વારા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને કુમકુમ તિલક કરીને ઘોડા પર સવાર કરાવીને રેલી સ્વરૂપે સન્માન સમારોહ સ્થળે લઈ જવામાં આવ્યા હતા.

આ દરમિયાન જીતુભાઈ વાઘાણીએ નાના સુરકા (Nana Surka) ગામના વડીલોના આશીર્વાદ લીધા હતા અને સાથી મિત્રોને હેતપૂર્વક મળ્યા હતા.

મંત્રીના સ્વાગત (Welcome) અને સન્માન સમયે ગ્રામજનોમાં ઉત્સાહનો સંચાર થયો હતો. આ પ્રસંગે જીતુ વાઘાણીએ સમયને ઉચિત સંબોધન કરીને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો
આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા
આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ
