Ahmedabad News/ અમદાવાદના ઓઢવમાં મોતનો મલાજો ન જળવાયો, અંતિમવિધિમાં લાકડાં ખૂટ્યાં

અમદાવાદમાં કમોસમી વરસાદના કારણે સ્મશાનમાં સૂકા લાકડા ખૂટી પડ્યાની ઘટના સામે આવી છે. તેના લીધે અમદાવાદના ઓઢવના સ્મશાનગૃહમાં મોતનો મલાજો જળવાયો ન હતો. તેના કારણે અંતિમવિધિ માટે વાહનના ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવો પડ્યો હતો.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદમાં કમોસમી વરસાદના કારણે સ્મશાનમાં સૂકા લાકડા ખૂટી પડ્યાની ઘટના સામે આવી છે. તેના લીધે અમદાવાદના ઓઢવના સ્મશાનગૃહમાં મોતનો મલાજો જળવાયો ન હતો. તેના કારણે અંતિમવિધિ માટે વાહનના ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવો પડ્યો હતો.

સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ઉપલબ્ધ ન હોવાના કારણે મૃતકના કુટુંબીજનોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોહા મચી ગઈ છે. આના કારણે કુટુંબીજનોને અંતિમવિધિમાં ચાર કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો.

આના કારણે અકળાયેલા કુટુંબીજનોએ આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરી હતી. અગાઉ પણ સ્મશાનોમાંથી કૌભાંડ બહાર આવ્યા છે. તેમા ઓછા લાકડા આપીને વધુ ચાર્જ લેવાતું હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ સ્મશાનના લાકડા પૂરા પાડવાની એજન્સી પક્ષના કાર્યકરોની સંસ્થાને આપીને તેમને સાચવી લેવામાંઆવતા હોવાનો આરોપ મૂકાયો છે.

આના કારણે એજન્સી સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વિપક્ષ કોંગ્રેસ પણ આ મુદ્દે મેદાનમાં ઉતરી છે અને તેણે જણાવ્યું હતું કે આ પ્રકારે લાકડા પૂરાપાડવામાં નિષ્ફળ જનારી એજન્સીને પહેલાં બ્લેકલિસ્ટ કરવી જોઈએ અને તેની સામે તેને કાર્યવાહી કરવી જોઈએ. તેની સાથે ભવિષ્યમાં પણ તેને આ પ્રકારના કોન્ટ્રાક્ટ ન આપવા જોઈએ. આ પ્રકારના સમયમાં મૃતકનું કુટુંબ જબરદસ્ત વેદનામાંથી પસાર થઈ રહ્યું હોય છે, આ સમયે મૃતકને બાળવા પૂરા લાકડા પણ ન મળે તો કુટુંબીજનોનો ગુસ્સો આકાશને આંબે તે સ્વાભાવિક છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે દરેક સ્થળે વેરા વસૂલતા તંત્ર પાસે લોકોની અંતિમવિધિ માટે પૂરાં લાકડા પણ નથી.

હાલની માહિતી મુજબ, આ ગંભીર ઘટનાની જાણ થયા પછી, આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી અને સ્મશાનમાં બધી સુવિધાઓ ગોઠવવા માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કંપનીને નોટિસ ફટકારી, આ બેદરકારી માટે ખુલાસો માંગ્યો. જો કે, એવું પણ બહાર આવ્યું છે કે સ્મશાનમાં લાકડું હોવા છતાં, તે ભીનું હોવાથી તેનો અગ્નિસંસ્કાર માટે ઉપયોગ કરી શકાતો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Ahmedabad Flower Show/‘Ahmedabad Flower Show’માં જવું મોંઘુ થશે, ટિકિટ દરોમાં વધારો

આ પણ વાંચો: Ahmedabad city/Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર

આ પણ વાંચો: Ahmedabad/ બાપુનગરમાં સતત બીજા દિવસે આત્મનિર્ભર લોનનું ફોર્મ લેવા માટે ઉમટી લોકોની ભીડ