Gandhidham News : કચ્છના ગાંધીધામનો પરણીત યુવક મુંબઈની સિમરન નામની યુવતી પાછળ પાગલ થયો હતો. વર્ષ 2021થી 2023 દરમિયાન યુવકે મહિલા પાછળ ટૂકડે ટૂકડે 5.58 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. છેતરપિંડી મામલે યુવકે ગત જાન્યુઆરી, 2025માં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પોલીસે આરોપી યુવતીના પતિ કૈલાસ ગાયકવાડની ધરપકડ કરી હતી. આ પછી હવે, પતિની મદદથી ગાંધીધામના યુવકના કરોડો પડાવવાના ગુનામાં મુંબઈની સિમરનની પોલીસે ધરપકડ કરી લીધી છે.
ગાંધીધામના પડાણાના યુવકે ટ્રક, જમીન વેંચી, મિત્ર, પરિચિતો સહિતના લોકો પાસેથી વ્યાજે રૂપિયા લઈને મુંબઈની સિમરન નામની યુવતી પાછળ કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. સમગ્ર મામલે યુવકને છેતરપિંડી થઈ હોવાનું જણાતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે આરોપી યુવતીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, કચ્છના ગાંધીધામનો 32 વર્ષીય યુવક વર્ષ 2020માં ફાયનાન્સના કામથી ત્રણ મિત્રો સાથે મુંબઈ ગયો ત્તેયારે તે ની મુલાકાત સિમરન નામની ગણિકા સાથે થઈ હતી. આ પછી બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા હતા.
એક વર્ષ બાદ યુવક સિમરનને ફરી મુંબઈ જઈને મળે છે. ત્યારબાદ યુવક સિમરનના મોહમાં આવી જતાં તેને યુવતીને ગાંધીધામ બોલાવી હતી. પરંતુ સિમરને તેના પતિ કૈલાસ ગાયકવાડ સાથે વાત કરવા કહ્યું હતું. યુવકે વાત કરતાં સિમરનને ગાંધીધામ આવવા માટે કૈલાસે 25 હજાર ચાર્જ ચૂકવવા કહ્યું તો યુવકે ઓનલાઈન માધ્યમથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
જો કે, કૈલાસે કોવિડ અને વેક્સિનનું બાનું આપ્યું અને પછી ફરીથી જીએસટી અને મની ટ્રાન્સફરનો ચાર્જ કહીને યુવક પાસેથી વધુ 22 હજાર પડાવ્યા હતા. પરંતુ કૈલાસ સિમરનને ગાંધીધામ મોકતો ન હતો. યુવક મુંબઈ જવા છતા કૈલાસ તેને મળતો નથી. જો કે, કૈલાસ અને સિમરનને ખ્યાલ આવી જાય છે આ યુવક હવે પાગલ થઈ ગયો છે. બાદમાં કૈલાસે વર્ષ 2021થી 2023 દરમિયાન પોતાને પૈસાની જરૂર હોવાનું કહીને ટૂકડે ટૂકડે યુવક પાસેથી 5.58 કરોડ પડાવીને 50 વ્યક્તિના બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા.
આ પણ વાંચો:ગુજરાતમાં સહકારી ક્ષેત્રની પ્રગતિ અને પીએમ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતનું વિઝન
