Ahmedabad News/ અમદાવાદ : પૂર્વઝોનની ટીમ એટલાન્ટિસ સાઇટ સીલ કરવા પહોંચી

એટલાન્ટિસ સ્કીમ ની A થી E બ્લોક ને સીલ મારવાની કાર્યવાહી શરૂ

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં પૂર્વ ઝોનની ટીમ એટલાન્ટિસ સાઇટ સીલ કરવા પહોંચી ગઈ છે. રાજા ચિઠ્ઠી સ્થગિત કર્યા પછી પણ બાંધકામ અને ફર્નિચર ચાલતું હતું. જેને લઈને એટલાન્ટિસ સ્કીમ ની A થી E બ્લોક ને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

 

 

એટલાન્ટિસ સ્કીમના ખોડિયાર બિલ્ડર્સ દ્વારા કોર્પોરેશનના આદેશનું ઉલંઘન કરવામાં આવતું હતું. આમ કોર્પોરેશનના આદેશને અવગણતા ખોડિયાર બિલ્ડર્સને AMC EZ ની ફટકાર લગાવવામાં આવી છે. અંતે કોર્પોરેશનના પૂર્વઝોન ની ટીમ સ્થળ પર પહોંચી છે.

થોટા દિવસ પહેલા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બિલ્ડરોનું કૌભાંડ ઝડપાયું હતું. . જેમાં કલેક્ટર અને AMCના આદેશ બાદ પણ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રજાચિઠ્ઠી સ્થગિત (સસ્પેન્ડ) કરવા છતાં સાઇટ પર કામકાજ યથાવત હતું. આ દ્રશ્યો મંતવ્ય ન્યુઝના કેમેરામાં કેદ પણ થયા હતા.

આ કૌભાંડ ખોટા દસ્તાવેજના આધારે કરવામાં આવ્યું હતું. આ કૌભાંડ જમીન માલિક અને બિલ્ડર્સ દ્વારા આચરવામાં આવ્યું હતું. જેમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં ગેરરીતિ ધ્યાન પર આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. કલેક્ટરના આદેશ બાદ કોર્પોરેશનના પૂર્વ ઝોન દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. ઉપરાંત એટલાન્ટિસ સાઇટની રજા ચિઠ્ઠી સ્થગિત કરવામાં આવી હતી.

ખોડિયાર બિલ્ડર્સ દ્વારા કલેક્ટર અને AMCના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તપાસમાં આદેશ માત્ર કાગળ ઉપર જ હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓ નિદ્રાધીન કે પછી બિલ્ડર્સ સાથે મિલીભગતના સંકેત ? જેવા પ્રશ્નો તે સમયે આ કૌભાંડને લઈને ઉભા થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં સહકારી ક્ષેત્રની પ્રગતિ અને પીએમ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતનું વિઝન

આ પણ વાંચો:બનાસકાંઠાના માનીબેને 2024-25માં ₹ 1.94 કરોડનું દૂધ વેચ્યું, આ વર્ષે ₹3 કરોડનું દૂધ વેચવાનું લક્ષ્યાંક

આ પણ વાંચો:સહકારી પ્રવૃત્તિને પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પોલિસી અને પ્રોસ્પેરિટીના આધારે સમગ્ર દેશવ્યાપી બનાવવા અમિત શાહનું આહવાન