Mehsana news/ મહેસાણાના પંડિત દિનદયાળ આવાસ યોજનામાં કૌભાંડ

આરોપી, વિષ્ણુ આચાર્ય એ 2018 માં વિસનગર તાલુકા વિકાસ અધિકારી (TDO) ઓફિસમાંથી બનાવટી આવક પ્રમાણપત્ર મેળવ્યું હતું. આ પ્રમાણપત્રમાં તેની વાર્ષિક આવક માત્ર ₹47,000 દર્શાવવામાં આવી હતી

Top Stories Gujarat Breaking News

Mehsana News: વિસનગર તાલુકાના બોકરવાડા ગામમાં ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના સાથે સંકળાયેલ એક ગંભીર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. એક વ્યક્તિએ ₹4.22 લાખની વાર્ષિક આવક હોવા છતાં, માત્ર ₹47,000 ની આવક દર્શાવતું બનાવટી આવક પ્રમાણપત્ર મેળવ્યું અને આ યોજના હેઠળ સરકારી સહાયમાં ₹1 લાખનો ગેરઉપયોગ કર્યો. બોકરવાડા ગામના તલાટીએ આ બાબતે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વર્ષ 2018માં ખોટો આવકનો દાખલો બનાવી લીધો લાભ

આરોપી, વિષ્ણુ આચાર્ય એ 2018 માં વિસનગર તાલુકા વિકાસ અધિકારી (TDO) ઓફિસમાંથી બનાવટી આવક પ્રમાણપત્ર મેળવ્યું હતું. આ પ્રમાણપત્રમાં તેની વાર્ષિક આવક માત્ર ₹47,000 દર્શાવવામાં આવી હતી, જ્યારે તે જ વર્ષે તેણે ₹4,22,000 ની આવક દર્શાવતું આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું હતું. તેમણે આગામી વર્ષે, 2019 માં ₹4,21,000 નો ITR પણ દાખલ કર્યો. આવકમાં આ નવ ગણી વિસંગતતા હોવા છતાં, TDO ઓફિસે કેસને માન્ય માન્યો અને પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ ₹1 લાખની સહાય મંજૂર કરી.

વર્ષ 2018માં ખોટો આવકનો દાખલો બનાવી લીધો લાભ

આ પહેલા “અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં EWS મકાનો અંગે એક બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને મકાનો ફાળવવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાકે ગેરકાયદેસર રીતે મકાનો ભાડે આપ્યા હતા અથવા વેચી દીધા હોવાનું જાણવા મળ્યું હતું. આ સંદર્ભમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને એસ્ટેટ હાઉસિંગ સેલની ટીમે શહેરની વિવિધ આવાસ યોજનાઓમાં 3,940 મકાનોનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં 174 મકાનમાલિકોને નોટિસ આપવામાં આવી હતી અને સ્પષ્ટતા માંગવામાં આવી હતી. જો આ બધી નોટિસો માટે યોગ્ય સ્પષ્ટતા નહીં મળે, તો તેમને પણ સીલ કરવામાં આવશે.”

“ચેકિંગ દરમિયાન કુલ 21 ઘરોને સીલ કરવામાં આવ્યા હતાં. ચેકિંગ દરમિયાન કેટલાક ઘરમાલિકો તેમના ઘરોને તાળા મારીને ચાલ્યા ગયા હતાં. તેથી, કયા ઘરમાં કોણ રહે છે તે જાણી શકાયુ નહોતું.”   જેને લઈને હવે એક સાથે જેટલી વિંગ હોય તેટલી ટીમ બનાવી અને એક સાથે આવાસ યોજનામાં ચેકિંગ કરવા માટેની પણ સૂચના અપાઈ હતી.

આ કાર્યવાહી દરમિયાન, અમદાવાદના ઉત્તર ઝોનમાં 98 લોકોને નોટિસ આપવામાં આવી હતી, જેમાંથી 4 ઘરો સીલ કરવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોનમાં 550 લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ત્યાં પાંચ ઘરો સીલ કરવામાં આવ્યા હતા. પશ્ચિમ ઝોનમાં 9 ઘરોને નોટિસ આપવામાં આવી હતી અને 7 ઘરો સીલ કરવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોનમાં 36 ઘરોને નોટિસ આપવામાં આવી છે અને 3 ઘરો સીલ કરવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજનાના નકલી ફોર્મના નામે છેતરપિંડીનું કૌભાંડ, છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમોમાં મકાનની લાલચ આપી 250 લોકો સાથે ઠગાઈ : આરોપી ઝડપાયો

આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજનામાં યોગ્યતા હોવા લાભ ન મળ્યો? ગભરાયા વિના કરી લો આ એક કામ