Entertainment News/ એવું તો શું છે આ ગીતમાં જે સાંભળીને 100 થી વધું લોકોએ લિધો પોતાનો જીવ

દુનિયાનું સૌથી કમનસીબ ગીત કહેવામાં આવે છે. આ ગીતે 100 થી વધુ લોકોના જીવ લીધા હતા

Trending Entertainment
this-song-took-the-lives-of-100-people

ગીત સાંભળવું કોને નથી ગમતુ કારણ કે, ગીત મનની પીડાને શાંત કરે છે. પરંતુ એક ગીત એવું છે જે દરેક રીતે ફક્ત દુઃખ જ આપે છે. તેને દુનિયાનું સૌથી કમનસીબ ગીત કહેવામાં આવે છે. આ ગીતે 100 થી વધુ લોકોના જીવ લીધા હતા.

એક અધૂરી પ્રેમકથાથી પ્રેરિત આ ગીત સમગ્ર વિશ્વ માટે ઘાતક સાબિત થયું. આ ગીતનું શીર્ષક “ગ્લુમી સન્ડે” હતું, જેનો અર્થ “ઉદાસ રવિવાર” થાય છે. તે એટલું નિરાશાજનક હતું કે વિશ્વભરમાં 200 થી વધુ લોકોએ તેને સાંભળ્યા પછી આત્મહત્યા કરી લીધી હતી. ઘણી સુસાઇડ નોટ્સમાં ગીતની લાઇનો હતી, અથવા ગીતના રેકોર્ડિંગ્સ તેમના રૂમમાંથી મળી આવ્યા હતા.

આ ગીતની રચના પાછળની વાર્તા રસપ્રદ છે. તે એક પ્રેમકથા છે. હંગેરીના એક સંઘર્ષશીલ ગીતકાર અને તેની ગર્લફ્રેન્ડનું બ્રેકઅપ થયું. બ્રેકઅપથી દુઃખી થઈને, પ્રેમીએ 30 મિનિટમાં એક ઉદાસી ગીત લખ્યું. ગીત બનાવનાર કલાકારે ઇલેક્ટ્રિક વાયરથી ગળું દબાવીને પોતાનો જીવ લીધો હતો. જે ગર્લફ્રેન્ડ માટે તે લખાયું હતું તેણે પણ તે સાંભળ્યા પછી આત્મહત્યા કરી દિધી હતી. ગીત સાથે સંબંધિત આત્મહત્યાઓની સંખ્યા વધતી ગઈ જેના લિધે આ ગીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે આજે પણ, જ્યારે લોકો તેને સાંભળે છે, ત્યારે તેઓ એક વિચિત્ર ઉદાસીની લાગણી અનુભવે છે.

62 વર્ષ પછી પ્રતિબંધ હટાવવામાં આવ્યો
લગભગ 62 વર્ષ પછી, 2003 માં, આ ગીત પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો. પરંતુ ત્યાં સુધીમાં ઘણા લોકોના જીવ ગયા હતા. રેઝ્સો સેરેસની ગર્લફ્રેન્ડે પણ આ ગીત સાંભળ્યા પછી આત્મહત્યા કરી લીધી. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે રેઝ્સો સેરેસે તેના મૃત્યુ માટે ગીત જેવો જ દિવસ પસંદ કર્યો હતો, રવિવાર. રેઝ્સો સેરેસે જાન્યુઆરી 1968 માં બુડાપેસ્ટમાં આત્મહત્યા કરી હતી. તે બારીમાંથી કૂદીને બચી ગયો હતો, પરંતુ બાદમાં હોસ્પિટલમાં વાયરથી ગળું દબાવીને આત્મહત્યા કરી લીધી હતી. એવું કહેવાય છે કે ગીતના શબ્દો એટલા દુઃખદ હતા કે તેમાં મૃત્યુને આરામ અને જીવનને પીડા તરીકે વર્ણવવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઐશ્વર્યા રાય બચ્ચને ઠુકરાવી હતી આ સુપરહીટ ફિલ્મો…તમામ થઇ બ્લોક બસ્ટર!!

આ પણ વાંચો:ધર્મેન્દ્રને પાપારાઝી પર કેમ આવ્યો ગુસ્સો, મતદાન દરમ્યાન અભિનેતા સાથે એવું શું બન્યું

આ પણ વાંચો:88 વર્ષના ધર્મેન્દ્રને પગમાં ઈજા થઈ હતી, પુત્ર બોબી દેઓલે જણાવ્યું કે તે હવે તેમનું સ્વાસ્થ્ય કેવું છે